GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

બુલેટ ટ્રેન મામલે આવી ખુશખબર : કોરોના સંકટમાં પણ રેલવે બોર્ડના ચેરમેને જાહેર કરી ડેડલાઈન, ગુજરાત માટે મોટા સમાચાર

અમદાવાદ-મુંબઈ વચ્ચે દેશની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કોરોના મહામારી વચ્ચે પણ સમય સર કામ ચાલી રહ્યુ છે. હાલ આ સંકટના સમયમાં પણ આશા છે કે, નિશ્ચિત સમયમાં આ પ્રોજેક્ટ પુરો થઈ જશે. રેલ્વે બોર્ડના ચેરમેન વીકે સિંહને કહ્યું છે. મુંબઈ અમદાવાદ વચ્ચે આ હાઈસ્પીડ કોરિડોર ને ડિસેમ્બર 2023 સુધીમાં પુરો થવાની આશા છે. જો કે, દેશમાં આ પ્રથમ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં પહેલા પણ ઘણી અડચણો આવી ચુકી છે. જેમ કે, ભૂમિ અધિગ્રહણ વિરોધ, જાપાની કરંસી, ભારતીય રૂપિયામાં વધતુ અંતરને લઈ કોસ્ટ વધવાનો પણ વિરોધ ભોગવી રહ્યુ છે.

અનેક વિવાદોમાં સપડાયેલો છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ

જાપાન ઈન્ટરનેશનલ કો ઓપરેશન એજન્સી 20 વર્ષ માટે 1 લાખ કરોડ રૂપિયા 80 ટકા લોન તરીકે આપ્યા છે. જેથી કરી આ પ્રોજેક્ટનો પુરો કરી શકાય. આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન કામ કરી રહ્યુ છે.

મહારાષ્ટ્રમાં 28 સ્ટીલ બ્રિજ માટે અલગથી ટેન્ડર

રિપોર્ટ મુજબ NHSRCLએ પ્રોજેક્ટના સીવિલ વર્ક માટે 68 ટકા શરૂ કર્યુ છે. એટલે કે, કુલ 508 કિમી રૂટ પર લગભગ 345 કિમી પર આ કામ ચાલુ છે. બુલેટ ટ્રેન કોરિડોર માટે મહારાષ્ટ્રમાં લગભગ 28 સ્ટીલ બ્રિજ માટે અલગથી ટેન્ડર કાઢવામાં આવ્યા છે.

જમીન અધિગ્રહણનું 60 ટકા કામ પુરૂ

આ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ માટે જરૂરી જોઈન્ટ લેંડ સર્વેનું કામ પુરૂ થવાની અણી પર છે. કોર્પોરેશે આ કોરિડોર માટે લગભગ 60 ટકા જમીનનું અધિગ્રહણ પણ પુરૂ કરી નાખ્યુ છે. જેમાં ગુજરાતમાં 77 ટકા અને દાદરા નગર હવેલીમાં 80 ટકા તથા મહારાષ્ટ્રમાં 22 ટકા જમીન અધિગ્રહણ સામેલ છે.

ફિઝીકલ વર્ક હજૂ બાકી

રેલ્વે બોર્ડના ચેરમેનના જણાવ્યા અનુસાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર ફિઝીકલ કામ શરૂ થવાનું હજૂ બાકી છે. જો કે, હાલમાં ટેંડરિંગ પ્રક્રિયા પૂરી થઈ રહી છે અને ભૂમિ અધિગ્રહણનું કામ ચાલી રહ્યુ છે.

2 કલાકમાં પહોંચશે મુંબઈથી અમદાવાદ

જણાવી દઈએકે, મુંબઈથી અમદાવાદ વચ્ચે 508 કિમીનો કોરિડોર પર બુલેટ ટ્રેન દોડશે, જેની ઝડપ લગભગ 300 કિમી પ્રતિ કલાકની હશે. કહેવાય છે કે, આ બુલેટ ટ્રેનની શરૂઆતથી બે શહેરો વચ્ચેનું અંતર લગભગ 2 કલાકમાં પુરી કરશે.

READ ALSO

Related posts

સરદારનગર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ચોંકાવનારી વાતચીતનો થયો ખુલાસો

pratik shah

પૂર્વ રાષ્ટ્રપતિના નિધનની અફવાથી પરિવાર નારાજ, ખોટી અફવા ન ફેલાવવા કરી અપીલ

pratik shah

દિલ્હીમાં દીકરીની છેડતીનો વિરોધ કરનાર પિતાની કરાઈ કરપીણ હત્યા, સમગ્ર પરિવારને પણ માર્યો ઢોરમાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!