GSTV
Home » News » મુંબઈનાં ખારમાં પાંચ માળની બિલ્ડીંગ થઈ ધરાશાઈ, અનેક લોકો ફસાયા હોવાની આશંકા

મુંબઈનાં ખારમાં પાંચ માળની બિલ્ડીંગ થઈ ધરાશાઈ, અનેક લોકો ફસાયા હોવાની આશંકા

દેશની આર્થિક રાજધાની મુંબઇમાં ફરી એક વખત બહુમાળી ઇમારત ધરાશાયી થઇ છે. મુંબઇના ખાર વિસ્તારમાં એક પાંચ માળની ઇમારત ધડાકાભેર ધરાશાયી થતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. બિલ્ડીંગના કાટમાળમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે.

બીજી તરફ ઘટનાની જાણ થતાં રાહત અને બચાવ ટીમે તુરંત ઘટનાસ્થળે પહોંચી કામગીરી શરૂ કરી. બિલ્ડીંગમાં લિફ્ટ અને સીડી તરફનો હિસ્સો તૂટી પડ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ જ્યારે આ ઘટના બની ત્યારે બેઝમેન્ટમાં કેટલાક લોકો હાજર હતા.

તો જ્યાં લિફ્ટ ઓપરેટ થાય છે ત્યાં પણ અમુક લોકો ઉપસ્થિત હતા. જો કે હજુ સુધી એ જાણવા મળી શક્યું નથી કે કેટલા લોકો કાટમાળ હેઠળ ફસાયા છે. દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

GSTની આવકમાં આકાશ-પાતાળ એક કરવાની વાતો વચ્ચે, અધિકારીઓની આ ભૂલના કારણે 139 કરોડ રૂપિયા ગુમાવ્યા

Mayur

શેર બજારના સેન્સેક્સની માફક સડસડાટ… ડુંગળીના જથ્થાબંધ ભાવ ચાર જ દિવસમાં કિલોએ આટલા રૂપિયા ઘટયા!

Mayur

સિટિઝન બિલે રાજ્યસભાની વૈતરણી પણ પાર કરી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!