GSTV

ચેતીને રહેજો / બાપ રે! 6 બાળકો સહિત 39 લોકો સંક્રમિત થતાં તંત્રમાં ભારે દોડધામ, હવે જેલમાં પણ કોરોના વિસ્ફોટ

Last Updated on September 26, 2021 by Dhruv Brahmbhatt

મુંબઇની ભાયખલા મહિલા જેલમાં છેલ્લાં 10 દિવસ દરમ્યાન કેદીઓ અને 6 બાળકો સહિત કુલ 39 લોકોમાં કોરોના સંક્રમણની પુષ્ટિ થઇ છે. મુંબઇ નગરપાલિકા (BMC) ના એક અધિકારીએ જણાવ્યું કે, આ દરમ્યાન કુલ 120 કેદીઓની તપાસ કરવામાં આવી હતી. તેઓએ જણાવ્યું કે, ‘સંક્રમણથી પીડિત 39માંથી 36ને પાસના પાટનવાલા સ્કૂલમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યાં છે અને તેઓની હાલત સ્થિર છે. અધિકારીઓએ આ અંગે જાણકારી આપી.’

અધિકારીએ જણાવ્યું કે, ‘એક ગર્ભવતી મહિલાને સાવચેતીની રીતે જીટી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં છે. એવામાં BMCના ઇ-વોર્ડના ચિકિત્સા સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યું કે, જેલને નિરૂદ્ધ ક્ષેત્ર જાહેર નથી કરવામાં આવ્યું.’

મહારાષ્ટ્રમાં ઓક્સિજનને લઇને શું છે સરકારની ગાઇડલાઇન?

કોરોના સંક્રમણની ત્રીજી લહેરનો સામનો કરવા માટે લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) ની અછતનું સંકટ ના સર્જાય, આ કારણોસર રાજ્ય સરકારએ ઓક્સિજન ઉત્પાદકોને એ નિર્દેશ આપવામાં આવ્યો કે તેઓ ઓક્સિજનના 95 ટકા સ્ટોકને સંભાળીને રાખે.

રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઇડલાઇન અનુસાર રાજ્યમાં LMO ઉત્પાદન કરનારી તમામ કંપનીઓને 30 સપ્ટેમ્બર 2011 સુધી 95 ટકા સ્ટોક બચાવીને રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે અને આગામી આદેશ સુધી ઓક્સિજનનો સ્ટોક રાખવા સંબંધિત નિયમો અને શરતોનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. દરેકપ્લાન્ટ આ બાબતની કાળજી રાખે અને ખાતરી પણ કરવી જોઈએ કે તેના ઉત્પાદન કેન્દ્રમાં ઓક્સિજન સંપૂર્ણ ક્ષમતાથી ઉત્પન્ન થઈ રહ્યું છે.

રાજ્યના જિલ્લા મેજિસ્ટ્રેટને એવી સૂચના આપવામાં આવી છે કે, તેઓ પોતપોતાના જિલ્લામાં એ સુનિશ્ચિત કરે કે ત્યાં તમામ LMO ઉત્પાદક ઓક્સિજનનો સ્ટોક જમા કરે. એ મામલે તેઓ જેટલી જલ્દી થઇ શકે તેટલી તૈયારી કરે. સાર્વજનિક સ્વાસ્થ્ય વિભાગ અને વૈદ્યકીય શિક્ષણ અને ઔષધિ દ્રવ્ય વિભાગને એવો નિર્દેશ આપવામાં આવ્યો છે કે, મેડિકલ ઓક્સિજનની માંગ વધારવાની સ્થિતિમાં નોન-મેડિકલ ઓક્સિજનનો પણ બરાબર રીતે ઉપયોગ થઇ શકે.

કોરોના

ત્રીજી લહેરની તૈયારી

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર જ્યારે એપ્રિલથી જૂન 2021 વચ્ચે યથાવત હતી તે સમયે 7 લાખ કેસોમાં 1850 મેટ્રિક ટન ઓક્સિજનનો ઉપયોગ કરવામાં આવ્યો. કોરોનાની બીજી લહેર વખતે એવું જોવામાં આવ્યું હતું કે, અનેક ઉત્પાદકો પાસે ઓક્સિજનનો પર્યાપ્ત સ્ટોક ઉપલબ્ધ ન હોતો અને તે માંગના હિસાબથી સપ્લાય ન હોતા કરી શકતા. તેને ધ્યાનમાં રાખતા કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે ઝઝૂમવાની હવે પહેલેથી જ તૈયારી કરવામાં આવી રહી છે.

READ ALSO :

Related posts

હિમવર્ષા/ અનંતનાગમાં વધુ બેનાં મોત સાથે મૃત્યુઆંક પાંચ થયો, ઉત્તરાખંડમાં ફસાયેલા બાવન લોકોને બચાવાયા

Bansari

મોદી સરકારે લોકોને તકલીફ આપવામાં નવા રેકોર્ડ સર્જયા, એક વર્ષમાં પેટ્રોલનો ભાવ 23 રુપિયા વધ્યો : પ્રિયંકા ગાંધીના ચાબખાં

Bansari

હવે લોકો સાથે નહીં થાય અન્યાય, શરૂ થઇ ગયો વિકાસનો યુગ : જમ્મુ-કાશ્મીરમાં અમિત શાહની હૂંકાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!