GSTV

દોઢ કરોડ આપીને પણ વૃદ્ધે મુંબઈનો ફ્લેટ વેચવા કાઢ્યો, સ્પેનિશ મહિલાએ એવી કળા કરી કે…

સોશિયલ મીડિયા દ્વારા ‘મિત્રતા’ કરી સ્ત્રી અને પુરુષો બન્નેને ઠગવાના સેંકડો કિસ્સાઓ બહાર આવ્યા હોવા છતા નવા-નવા લોકો હજી પણ ભોગ બની રહ્યા છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં મુલુંડમાં નોધાયો હતો. જેમાં મુલુંડના એક ૭૯ વર્ષના વૃદ્ધ યુરોપિયન સોશિયલ મીડિયા દ્વારા એક સ્પેનિશ મહિલાના સંપર્કમાં આવ્યા હતા. આ મહિલાના ચક્કરમાં આવ્યા બાદ બનેલ એક પછી એક ઘટનામાં વૃદ્ધે કુલ દોઢ કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. અંતે વૃદ્ધે તેમનું ઘર વેચવા કાઢતા આ વાતની જાણ વિદેશમાં રહેતા પુત્રને થઇ હતી અને તે મુંબઇ આવ્યો ત્યારે આ કૌભાંડ બહાર આવ્યું હતું.

મે મહિનામાં એક ‘સ્પેનિસ’ મહિલાના સંપર્કમાં આવ્યા

આ  સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર મુલુંડમાં રહેતા એક ૭૯ વર્ષના વ્યવસાયે રિટાયર્ડ એન્જિનિયર એવા વૃદ્ધ થોડા સમય પહેલા યુરોપિયન સોશિયલ મીડિયાના ગ્રાહક બન્યા હતા. આ માધ્યમથી તેઓ આ વર્ષના મે મહિનામાં એક ‘સ્પેનિસ’ મહિલાના સંપર્કમાં આવ્યા. મહિલાએ વૃદ્ધને જણાવ્યું હતું કે તેના બે બાળકો છે અને તેના પતિ થોડા સમય પહેલા મૃત્યુ પામ્યા હતા. તેઓ એક પ્રખ્યાત સેવાભાવી સંસ્થામાં કાર્યરત છે. આ રીતે થોડો સમય સંપર્કમાં રહ્યા બાદ બંને વોટસએપ પર ચેટીંગ કરવા માંડયા હતા અને થોડા જ સમયમાં બંનેની મિત્રતા વધુ ગાઢ બની ગઇ હતી. આ સમય દરમિયાન મહિલાએ વૃદ્ધને જણાવ્યું હતું કે તે તેને લેપટોપ, મોબાઇલ ફોન અને જ્વેલરી મોકલવા માગે છે. ત્યારે વૃદ્ધે આ વસ્તુઓ સ્વિકારવાની ના પાડી ત્યારે મહિલાએ આ વસ્તુઓ અનાથાશ્રમમાં વિતરિત કરી દેવાનું જણાવ્યું હતું. થોડા દિવસ બાદ વૃદ્ધને એક મહિલાનો ફોન આવ્યો હતો અને મહિલા દિલ્હી એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગમાંથી બોલતી હોવાનું જણાવી સ્પેનથી તેમના નામે પાર્સલ આવ્યું હોવાનું જણાવ્યું હતું.

સ્પેનિશ મહિલા સ્વયં ભારત આવી રહી હોવાનું કહ્યું

આ પાર્સલમાં ફોરેન કરન્સી હોવાથી તેની એક્સચેન્ઝ ડયુટી તરીકે ૫૦ હજાર રૂપિયા ભરવા પડશે તેવું જણાવ્યું. ત્યારબાદ વૃદ્ધે ૫૦ હજાર રૂપિયા ભરી દેતા તેમને દિલ્હી કસ્ટમ વિભાગના બનાવટી લેટરહેડ પરથી આ સંદર્ભે એક ઇમેલ પણ મળ્યો હતો. જો કે આ મહિલાનો ફરીથી ફોન આવ્યો હતો જેમાં ફોરેન કરન્સી મોટા પ્રમાણમાં હોવાનું જણાવી આ સ્પેનિશ મહિલા સ્વયં ભારત આવી રહી હોવાનું કહ્યું હતું.

વૃદ્ધ પાસેથી પ્રથમ ૩૦ લાખ રૂપિયા ખંખેર્યા

એક અઠવાડિયા બાદ આ સ્પેનિશ મહિલાએ સ્વયં ફોન કરી તેની દિલ્હી એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ ફરી મહિલા કસ્ટમ કર્મચારીએ મોટી સંખ્યામાં ફોરેન કરન્સી હોવાથી વધુ પૈસા ભરવા પડશે તેવું જણાવી અવાર નવાર ફોન કરી વૃદ્ધ પાસેથી પ્રથમ ૩૦ લાખ રૂપિયા ખંખેર્યા હતા અને ત્યારબાદ ફરી અવારનવાર ફોન કરી અંદાજે દોઢ કરોડ રૂપિયા પડાવ્યા હતા.

મુલુંડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી

આ માટે વૃદ્ધે તેમની પત્નીના દાગીના પણ વેચી માર્યા હતા. અંતે વધુ પૈસા ભરવાની માગણી કરતા વૃદ્ધે પોતાનો ફ્લેટ પણ વેચવા કાઢતા અમૂક હિતેચ્છુઓએ વૃદ્ધના યુ.એસ.માં રહેતા પુત્રને આ વાતની જાણ કરી હતી. ત્યારબાદ તેમનો પુત્ર ભારત આવ્યો હતો અને પિતાજીને ફ્લેટ વેચવા બાબતે પૂછપરછ કરી હતી. પુત્રએ તેમનો ફોન ચેક કરતા આ ‘સ્પેનિશ’ મહિલા કળા કરી હોવાની જાણ થઇ હતી. અંતે આ સંદર્ભે મુલુંડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. હાલ પોલીસ આ સંદર્ભે વધુ તપાસ કરી રહી છે. 

Related posts

કચ્છ/ અબડાસાની ખાલી પડેલી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની તૈયારીઓ શરૂ,

pratik shah

DND પાર કરી એક્સપ્રેસ વેના રસ્તે હાથરસ માટે નીકળ્યા રાહુલ-પ્રિયંકા, પીડિતાના પરિવાર સાથે કરશે મુલાકાત

pratik shah

કોરોના સંકટ/ 65 ટકા લોકોની આવકને થઇ ગંભીર અસર, નવા સર્વેમાં થયો ચોંકાવનારો દાવો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!