VIDEO: જો પૈસા રોડ વચ્ચે ટ્રકમાંથી ખરવા લાગે તો લોકો આ રીતે ગાંડા થાય

જો રસ્તા પર હજારો રૂપિયા પડેલા હોય તો તમે શું કરશો? મોટાભાગના લોકો તેને જલ્દીથી ઉઠાવીને પોતાની પાસે રાખી લેશે. બની શકે કે કેટલાક લોકો કંટ્રોલ કરી લે અને પોતાની ગાડી રોકી લે. ન્યૂયોર્કમાં આવી જ એક રસપ્રદ ઘટના બની હતી. ઇસ્ટ રૂથરફોર્ડના રસ્તા પર વ્યસ્ત કલાકોમાં લોકો પોતાની ગાડી રોકીને પૈસા ઉઠાવવા લાગ્યા હતા.

બ્રિંક કંપનીનો એક ટ્રક જઇ રહ્યો હતો જેનો દરવાજો ખુલ્લો હોવાને કારણે પૈસા ઉડીને રસ્તા પર વેરાયા હતા. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં યૂનિફોર્મ પહેરેલો એક શખ્સ રસ્તા પર વ્યસ્ત ટ્રાફિક વચ્ચે પૈસા ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યો છે જ્યારે અન્ય લોકો પણ આ કામ કરતા જોવા મળી રહ્યાં છે.બ્લૂમફીલ્ડના ડેનિયલ શાહે આ ઘટનાને જોઇ હતી અને જણાવ્યું, જ્યારે લોકોએ રસ્તા પર પૈસા પડેલા જોયા ત્યારે પાગલની જેમ નજરે પડ્યા હતા.

ડેનિયલ શાહે જણાવ્યું કે કારથી નીચે ઉતરેલા લોકોને કોઇ વસ્તુની પરવાહ ન હતી, પૈસા ઉઠાવવા માટે હાઇવે વચ્ચે લોકોએ પોતાની કાર પાર્ક કરી દીધી હતી.વીડિયોમાં બ્રિંકનો ટ્રક પણ ઉભેલો નજરે પડે છે. પોલીસે જણાવ્યુ કે રસ્તા પર દોડધામ વચ્ચે બે અકસ્માત થયા હતા.

પોલીસ કેપ્ટન ફિલ ટાઓરમિનાએ કહ્યું, એવુ લાગતુ હતું કે બ્રિંક કંપનીના ટ્રકનો દરવાજો બરાબર બંધ નહતો, બ્રિંકે પૃષ્ટી કરી હતી કે ટ્રક તેમની કંપનીનો છે. પોલીસે જણાવ્યુ કે તેમને આ વાતની જાણકારી નથી કે ટ્રકમાંથી કેટલા રૂપિયા પડ્યા હતા. મે મહિનામાં પણ બ્રિંકના એક ટ્રકમાંથી હજારો ડોલર રસ્તા પર વેરાયા હતા. આ રીતની ઘટના 2012માં પણ બની હતી ત્યારે મોટી સંખ્યામાં રૂપિયા રસ્તા પર નહતા વેરાયા.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter