GSTV

ફાયદા: ફક્ત ચહેરા માટે જ નહીં સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયી છે મુલતાની માટી, આવી રીતે કરો ઉપયોગ ચોક્કસ પરિણામ જોવા મળશે

Last Updated on September 15, 2021 by Bansari

મોટા ભાગના ઘરોમાં મુલ્તાની માટી એક બ્યૂટી પ્રોડક્ટ્સ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. જે સ્કીનની કેટલાય પ્રકારની મુશ્કેલીઓને દૂર કરવામાં મદદ કરે છે. પણ શું આપ જાણો છો કે, મુલ્તાની માટી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયક છે. આપને જણાવી દઈએ કે, તેમાં ભારે માત્રામાં સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને હાઈડ્રેટેડ એલ્યુમિનિયમ સિલિકેટ જેવા તત્વો હોય છે. આજે અમે અહીં આપને મુલ્તાની માટીને યુઝ કરવાથી જે હેલ્થ બેનિફિટ થાય છે, તેના વિશે જણાવાના છીએ. તો છેક સુધી વાંચતા રહેશો આ લેખ…

પેટની બળતરા દૂર કરવામાં મદદગાર

આપણે બધા જાણીએ છીએ કે, મુલ્તાની માટીની તાસિર ઠંડી છે. જે પેટની બળતરા અને એસિડિટી જેવી સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. તેના ઉપયોગ માટે સૌથી પહેલા મુલ્તાની માટી પલાળીને 5થી 6 કલાક માટે રાખી મુકો. બાદમાં તેને એક પટ્ટીમાં બાંધીને પેટ પર રાખો. 20થી 30 મિનિટ રાખ્યા બાદ તેને હટાવી લો. થોડીવારમાં પેટની બળતરામાંથી આરામ મળી જશે.

સાંધાના દુખાવામાં રાહત મળશે

મુલ્તાન માટી સાંધાના દુખાવા અને મસલ્સના દુખાવામાં આરામ આપવામાં મદદ કરશે. જો આપના પગમાં અને ઘુંટણમાં દુખાવો રહેતો હોય તો, આપ તેનાથી છૂટકારો મેળવી શકો છો. આ દુખાવામાં ઘણી રાહત મળશે. તેથી તેને સેકવા માટે મુલતાની માટીની લૂગદી બનાવી દુખાવાની જગ્યા પર રાખી મુકો. તેનાથી સોજો, સાંધા અને માંસપેશિયોમાં દુખાવો દૂર થશે. 15 મિનિટ સુધી તેને દુખાવાની જગ્યા પર રાખો. ભીના કપડાથી તેને સાફ કરો. થોડીવારમાં જ દુખાવામાંથી રાહત મળી જશે.

બ્લડ સર્કુલેશનની ઠીક કરે છે

મુલ્તાની માટી શરીરમાં લોહીના પ્રવાહને ઠીક કરવામાં મદદ કરે છે. બ્લડ સર્કુલેશન ઠીક કરવા માટે તેને પાણીમાં નાખીને પેસ્ટ તૈયાર કરી લો. બાદમાં તેને શરીરના અલદ અલગ ભાગ પર લગાવો. જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેને લૂંછી નાખો. થોડીવારમાં જ બ્લડ સર્કુલેશન સારૂ થઈ જશે.

READ ALSO

Related posts

સમયસર લોન ચુકવનાર ખેડૂતોને રાજ્ય સરકાર આપી રહી છે આ ભેટ, જાણો શું છે સમગ્ર યોજના

Vishvesh Dave

બ્યુટી ટિપ્સ : પગની સાર-સંભાળ રહે છે આ ફ્રૂટ સ્ક્ર્બ વિના અધૂરી, આજે જ જાણો ઉપયોગની રીત અને મેળવો લાભ

Zainul Ansari

શું તમે પ્રથમ વખત ફાઇલ કરી રહ્યા છો ઇનકમ ટેક્સ રિટર્ન? જાણો નવા પોર્ટલ પર કેવી રીતે કરાવવું રજીસ્ટ્રેશન

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!