GSTV
Home » News » મુલાયમસિંહ બોલ્યા કે મોદીજી ફરી PM બનો અને સોશિયલ મીડિયામાં થયું આવુ

મુલાયમસિંહ બોલ્યા કે મોદીજી ફરી PM બનો અને સોશિયલ મીડિયામાં થયું આવુ

યુપીની આઝમગઢ લોકસભા બેઠકનાં સાંસદ મુલાયમસિંહ યાદવ પીએમ નરેન્દ્ર મોદીનાં વખાણ કરીને બરોબરનાં ભરાયા છે. એક તરફ રાજકિય હરીફો તેમનાં નિવેદન પાછળ “બેટા પોલિટીક્સ”ને કારભૂત માને છે. બીજી તરફ નિવેદન આપ્યા બાદ મુલાયમ સોશ્યલ મીડિયામાં ટ્રોલ થઈ રહ્યા છે. બુધવારે લોકસભામાં મુલાયમ સિંહે કહ્યું હતું કે હું ઇચ્છું છું કે મોદી ફરી વડાપ્રધાન બને.

મુલાયમનાં નિવેદન બાદ લોકો જુદી-જુદી પ્રતિક્રિયા આપી રહ્યા છે. મુલાયનનાં નિવેદનથી તેમનાં પુત્ર અને ઉત્તર પ્રદેશનાં પૂર્વ સીએમ અખિલેશ યાદવની મુશ્કેલી વધી છે. એક તરફ અખિલેશ યાદવ માયાવતીનાં સથવારે પીએમ મોદી વિરૂદ્ધ જંગે ચડ્યા છે,પરંતુ મુલાયનનાં નિવેદનથી બુઆ-બબુઆને કેટલું નુકસાન થશે તે સમય બતાવશે. જો કે સોશ્યલ મીડિયા પર લોકો મુલાયમને અખિલેશ માટે “હાનિકારક બાપૂ” બતાવી રહ્યા છે. સોશ્યલ મીડિયા પર લોકો શું કહે છે, આવો જાણીએ.

ઇમરાન ખાન નામનાં એક ટ્વિટર યુઝરે લખ્યું છેકે રાહુલ ગાંધી અખિલેશને કહે છે કે તેઓ મુલાયમને પીએમ મોદીને સમર્થન આપવા વાળા શબ્દો પરત લેવાનું કહે. તો અખિલેશ જવાબ આપે છે કે, “અબ્બુ નહિ માનેંગે.” મહત્વનું છે કે અબ્બુ નહિ માનેંગે એ મશહુર બોલીવૂડ ફિલ્મ ‘થ્રી ઇડિયટ્સ’નો ડાયલોગ છે.

આશીષ પ્રદિપ નામનાં એક ફેસબુક યુઝર્સે લખ્યું છે કે કાલ સવાર સુધીમાં ભાજપ આઈટી સેલ વાળા મુલાયમસિંહને નાયબ વડાપ્રધાન જાહેર કરશે.

ત્યાં જ અન્ય એક યુઝરે અખિલેશ અને મુલાયમ સિંહની જુની તસ્વીર શેર કરતા લખ્યું છે કે -“અરે કોઈ માઇક છીન લો.”

અન્ય યુઝર્સે કહ્યું છે કે, “આ નિવેદન સમજી-વિચારીને આપવામાં આવ્યું છે.” તેમણે કહ્યું છે કે, “આ બધુ જેલમાં ન જવા માટેની મહેનત છે.”

READ ALSO

Related posts

પાકિસ્તાનમાં આતંકીઓએ હોસ્પિટલને બનાવી લોન્ચ પેડ, સીમાની પાસે દેખાયા 30 આતંકી

Mansi Patel

ભાજપે મહારાષ્ટ્રમાં પડદા પાછળ સરકાર બનાવવાનું કરી દીધું છે શરૂ, સત્તત ત્રણ દિવસ સુધી કરશે આ કામ

Mayur

સુપ્રિમ કોર્ટનો મોટો નિર્ણય, હવે RTI હેઠળ આવશે ચીફ જસ્ટિસ ઓફિસ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!