GSTV
Home » News » સપાના વરિષ્ઠ નેતા મુલાયમસિંહ યાદવે પીએમ મોદીના વખાણ કરતા આઝમ ખાનના પેટમાં તેલ રેડાયુ

સપાના વરિષ્ઠ નેતા મુલાયમસિંહ યાદવે પીએમ મોદીના વખાણ કરતા આઝમ ખાનના પેટમાં તેલ રેડાયુ

સંસદના અંતિમ સંત્રના છેલ્લા દિવસે સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા મુલાયમસિંહ યાદવે પીએમ મોદીના ભારેભાર વખાણ કરતા સમાજવાદી પાર્ટીના નેતાઓના પેટમાં તેલ રેડાયુ છે. સપા નેતા આઝમ ખાને જણાવ્યુ કે, મુલાયમસિંહે જે પ્રકારનું નિવેદન આપ્યુ એ દુખદ ઘટના છે. તેમણે આ પ્રકારનું નિવેદન આપ્યુ નથી પરંતુ તેમને પીએમ મોદીના વખાણ કરવા માટે મજબૂર કરવામાં આવ્યા. મહત્વનું છે કે,ગઈ કાલે લોકસભામાં મુલાયમસિંહ યાદવે પીએમ મોદીના વખાણ કરી તેમને ફરીવાર પીએમ બનાવવાની કામના કરી હતી. મુલાયમસિંહે જણાવ્યુ હતુ કે, પીએમ મોદીએ હમેશા સારા કામ કર્યા. તેમણે હમેશા અમારી મદદ કરી છે. જેથી નરેન્દ્ર મોદીને ફરીવાર પીએમ બનાવવા જોઈએ. મુલાયમસિંહે જ્યારે આ પ્રકારનું નિવેદન આપ્યુ ત્યારે તેમની બાજુમાં યુપીએના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ બેઠા હતા.

Related posts

જ્યારે આ અધિકારીનું સાડા 6 કલાકમાં 6 વાર ટ્રાન્સફર થયુ હતુ ત્યારે…

Kaushik Bavishi

મહારાષ્ટ્રનાં રાજકારણમાં BJPની ફરી એન્ટ્રી, 145નાં આંકડા સાથે જઈશું રાજ્યપાલ પાસે : નારાયણ રાણે

pratik shah

નૌસેનાના 25 હજાર કરોડ રૂપિયાના સોદામાં ટાટા અને અદાણી સાથે ચાર ફર્મ શામેલ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!