GSTV
Gujarat Government Advertisement

યુપી સરકાર પાસે મુલાયમ સિંહની કાર સર્વિસ કરાવવાના પૈસા નથી, કારણ કે એટલા રૂપિયામાં નવી કાર આવી જાય તેમ છે

Last Updated on September 22, 2019 by Mayur

ઉત્તર પ્રદેશની યોગી સરકારમાં પૂર્વ મુખ્ય મંત્રી મુલાયમ સિંહના દિવસો ખરાબ આવી ગયા છે.પાછલા કેટલાક દિવસોમાં તેમને એક પછી એક એવા ત્રણ ઝાટકા તો લાગી જ ગયા હતા. હવે સરકારે મુખ્ય મંત્રી તરીકે તેમને ફાળવેલી લકઝરી કારની સર્વિસ કરાવવાના પૈસા નહીં હોવાના કારણે આ કાર પણ તેમની પાસેથી છીનવાઇ જશે.

 રાજ્યના સંપત્તિ વિભાગે મુલાયમ સિંહની લકઝરી કાર મર્સીડીઝ એસયુવીની સર્વિસ માટે ખર્ચ ફાળવવા ઇનકાર કરી દીધો હતો. પૂર્વ મુખ્ય મંત્રી હોવાના કારણે તેમને લકઝરી એસયુવી કાર ફાળવવામાં આવી હતી.

સર્વિસ માટે રૂપિયા 26 લાખનો ખર્ચ હોવાના કારણે નાણા મંત્રાલય અને સુરક્ષા શાખા વચ્ચે મતભેદો ઊભા થયા હતા. બંને વિભાગોએ કારની સર્વિસ માટે એક બીજાને પત્રો લખ્યા હતા, પરંતુ પત્રોની આપ લે છતાં કોઇ મંત્રાલય કારના રિપેર માટે પૈસા ખર્ચવા તૈયાર નથી. પરિણામ એ આવશે કે મુલાયમ સિંહ પાસેથી આ લકઝરી કાર છીનવી લેવાશે આૃથવા તો તેમને બીજી કોઇ નાની કાર અપાશે.

મળતી માહિતી મુજબ પ્રશાસને મુલાયમ સિંહ માટે એક ટોયોટા પ્રાડો તૈયારી કરી હતી. હાલમાં નેતાજી પાસે બીએમડબલ્યુ કાર છે. અગાઉ રાજ્યના 18 પૂર્વ મુખ્ય પ્રધાનોનો ટેક્સ પણ રાજ્ય સરકારની તિજોરી ભરતી હતી. આ અંગે વિવાદો ઊભા થતાં તે બંધ કરાયા હતા.ઉપરાંત રાજ્યના ર્ એક હજાર જેટલા પૂર્વ પ્રધાનોનો ટેક્સ પણ રાજ્ય સરકાર ભરતી હતી.

રાજ્ય સરકારે આ પ્રથો બંધ કરાતા કેટલાક પૂર્વ મંત્રીઓ ગુસ્સે ભરાયા હતા. યોગી આદિત્યનાથ મુખ્ય મંત્રી બનતા તેમનો ટેક્સ પણ રાજ્ય સરકાર જ ભોગવે છે. રાજ્યના મુખ્ય મંત્રીઓ અને મંત્રીઓના ટેક્સ ભરવાનો સિલસીલો વિશ્વનાથ પ્રતાપ સિંહ ઉત્તર પ્રદેશના મુખ્ય બન્યા હતા ત્યારે શરૂ કરાયો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મોદી હૈં તો મુમકીન હૈં ! ભાજપ શાસિત રાજ્યોનો વિરોધ સૌથી મોટો માથાનો દુખાવો, મોદી બેડો પાર કરાવી દેશે તે વિશ્વાસે પલાઠી વાળી લીધી

Pravin Makwana

ભૂપેન્દ્ર યાદવ અને અમિત શાહ બાદ વી. સતીષની એન્ટ્રીથી ગુજરાતમાં રાજકારણ ગરમાયું, આજે પ્રદેશ સંગઠનના હોદ્દેદારો સાથે કરશે વર્ચ્યુઅલ બેઠક

Dhruv Brahmbhatt

2022ની વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ એક્શન મોડમાં, પ્રત્યેક જિલ્લા અને શહેરોમાં યોજાશે કાર્યકારણી બેઠક

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!