GSTV
Home » News » ગુરૂ બંધુ નાના ભાઇની વ્હારે આવ્યા! મુકેશ અંબાણી અનિલની કંપની RCom ખરીદે તેવી શક્યતા

ગુરૂ બંધુ નાના ભાઇની વ્હારે આવ્યા! મુકેશ અંબાણી અનિલની કંપની RCom ખરીદે તેવી શક્યતા

આર્થિકરીતે પડી ભાંગેલા પોતાનાં ભાઇ અનિલ અંબાણીને મોટાભાઇ મુકેશ અંબાણી મદદ કરે તેવા અહેવાલો મળી રહ્યા છે. અનિલ અંબાણી ગૃપની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCom) દેવાળિયુ ફૂંકવાની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. મળતી માહિતી મુજબ મુકેશ અંબાણીના રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગૃપની કંપની જીયો RComનું એસેટ ખરીદી શકે છે.

RCom ઈન્સોલ્વેન્સી ખાડે જઈ રહી છે અને આના કારણે તેની સંપત્તિઓનું વેચાણ પણ થવાનું છે. સૂત્રો અનુસાર રિલાયન્સ જીયો ઈન એસેટ માટે હરાજી કરવાની તૈયારી કરી રહી છે.

Rcom ખરીદવાનાં બે કારણો

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે આ ખરીદી અંબાણી બંધુઓ માટે બે રીતે મહત્વપૂર્ણ છે. RComના સ્પેક્ટ્રમ અને ટાવર પ્રાપ્ત કરવાથી રિલાયન્સ જીયોની સેવાઓમાં મજબૂતી આવશે. જે હવે 5G શરૂ કરવાની તૈયારી કરી રહી છે. બીજી તરફ દેવાળિયા કંપનીની નવી મુંબઈમાં ઘણી જમીનો છે.

ઉલ્લેખનીય છે કે રિલાયન્સ કોમ્યુનિકેશનની પાસે કુલ 46,000 કરોડ રૂપિયાનુ દેવુ હતુ. સૂત્રો અનુસાર, જીયોએ પોતાના ફાઈબર અને ટાવર બિઝનેસને બે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈનવેસ્ટમેન્ટ ટ્રસ્ટોને સોંપી દીધા છે અને પોતાના દેવામાં પણ કપાત કરી જેથી આરકોમની ખરીદ અને 5G રોકાણ માટે જગ્યા બનાવી શકે.

READ ALSO

Related posts

‘કોના કહેવાથી આવ્યા છો?’ વિપક્ષ નેતા બદલવાની માગ લઈ ગયેલા કોંગ્રેસીઓ પર રાજીવ સાતવ ભડક્યા

Mayur

લો બોલો! ચોરોથી ATM તૂટ્યું નહી તો રસ્તે રઝળતું મૂકીને નાસી છૂટ્યાં, પોલીસને પણ છૂટ્યો પરસેવો

pratik shah

વિશ્વમાં કુલ 2817 લોકો પાસે એક અબજથી વધારેની સંપત્તિ, મુકેશ અંબાણી ટોપ ટેનમાં

Mayur
Do NOT follow this link or you will be banned from the site!