GSTV

આ કારણે સૌના પ્રિય શૉ શક્તિમાનના પડી ગયા હતા પાટીયાં, મુકેશ ખન્નાએ ખૂદ જણાવ્યું

Last Updated on August 17, 2019 by

મુકેશ ખન્નાએ જણાવ્યું કે પહેલા શક્તિમાન શનિવારે સવારે અને મંગળવારે સાંજે પ્રસારીત થતો હતો. નોન પ્રાઈમ ટાઈમ હોવા છતા શો સારો ચાલતો હતો. શો માટે દૂરદર્શનને 3.80 લાખ આપવાના હતા. તે જમાનામાં શો પ્રાયોજીત થતા હતા અને જાહેરાતોથી અમારી કમાણી થતી હતી. લગભગ 100-150 એપિસોડ આવી રીતે ચાલ્યું.

shaktimaan

મુકેશ ખન્નાએ આગળ જણાવ્યું કે પાછળથી દૂરદર્શને મને જણાવ્યું કે શક્તિમાન એટલો પોપ્યુલર છે કે તેને રવિવારે પણ પ્રસારીત કરવામાં આવવો જોઈએ. તે દિવસે બાળકોની રજા પણ હોય છે. રવિવારે પ્રસારિત થવાના કારણે મારે 7.80 લાખ રૂપિયા આપવા પડ્યાં. તેમ છતા મેં શોને ચલાવ્યો.

Shaktimaan

મુકેશ ખન્ના કહે છે કે આગલા વર્ષે શો ના 104 એપિસોડ થયા તો મને 10.80 લાખ આપવાનુ કહેવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે 104 એપિસોડ હોવા પર ડોઢ ગણી થઈ જાય છે. આ પર મેં તેમને કહ્યું કે આ તો સફળતાને ભોગવવાના કારણે થયુ. 3 લાખથી 10 લાખ મારા માટે ભારે રકમ છે. ત્યારે જ મને જાણવા મળ્યું કે તેને એ લોકો 16 લાખ કરવાનું વિચારતા હતા. તેનો મે વિરોધ પણ કર્યો પણ મારૂ કઈ ચાલ્યું નહિં.

Shaktimaan

ભારે ફી આપવાના કારણે મને નુકશાન થઈ રહ્યું છે. હું શક્તિમાન ક્યારેય બંધ કરવા ઈચ્છતો ન હતો પરંતુ મારે મજબુરીમાં આવુ કરવુ પડ્યું. આ વિશે ઘણુ લખવામાં આવ્યું કે બાળકોના પડવાના કારણે શોને બંધ કરવામાં આવ્યો પરંતુ આવુ ન હતુ.

Shaktimaan

મુકેશ ખન્નાએ આદળ જણાવ્યું કે મને લોકો સતત પુછી રહ્યાં છે કે શક્તિમાનની સીઝન 2 ક્યારે લાવી રહ્યાં છો. સાચુ કહુ તો હું પણ એટલો જ આતુરતાથી શક્તિમાનના બીજા સીજનની રાહ જોઈ રહ્યોં છુ. આશા છે કે ખુબ જ ઝડપથી ફરીવાર મળીશું જણાવી દઈએ કે સપ્ટેમ્બર 1997મા શરૂ થયેલા આ શોને માર્ચ 2005મા બંધ કરવામાં આવ્યો હતો.

READ ALSO

Related posts

અસાધારણ/ દુનિયામાં માત્ર ભારતમાં જોવા મળતું એકમાત્ર ફૂલ ખિલ્યું : 12 વર્ષે ફરીવાર ખીલશે એટલે જોવાનો ન ચૂકતા મોકો

Vishvesh Dave

ગુજરાત: રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતા ઠેર ઠેર મચ્છરોના બ્રિડીંગ મળ્યા, 49 એકમોને નોટીસ ફટકારવામાં આવી

pratik shah

બિહાર: RJDનું ભવિષ્ય લાલુના હાથમાં : સપા સંરક્ષક મુલાયમ સિંહ સાથે કરી મુલાકાત, ભાજપ સામે હાથ મિલાવશે

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!