GSTV
Gujarat Government Advertisement

સોશિયલ મીડિયા પર શક્તિમાનની મોતની અફવાઓ, પોતે એક્ટરે આવીને આપ્યો આ જવાબ

શક્તિમાન

Last Updated on May 12, 2021 by Damini Patel

સોશિયલ મીડિયા પર અચાનકથી શક્તિમાન ફેમ મુકેશ ખન્નાની મોતની ખબર આવવા લાગી જેને સાંભળી ફેન્સમાં પરેશાની વધી ગઈ. પરંતુ આ માત્ર અફવા છે જેનું ખંડન પોતે મુકેશ ખન્નાએ કરી દીધું.

મુકેશ ખન્નાએ કહ્યું હું એકદમ સારો છું

એક ન્યુઝ ચેનલ સાથે વાત કરતા મુકેશ ખન્નાએ કહ્યું કે, ફેસબુક પર માટી મોતના સમાચાર ચાલી રહ્યા છે. ફેન્સને કહી દેવો કે હું એકદમ સ્વસ્થ છું અને પુરી રીતે સુરક્ષિત છુ. કોઈ પણ અફવાઓ પર વિશ્વાસ ન કરો. મને સતત ફોન કોલ્સ આવી રહ્યા છે. અહીં હું મારી બહેન માટે આઇસીયુ બેડ શોધી રહ્યો છુ. દિલ્હીમાં મારી બહેન માટે આઇસીયુ બેડની જરૂરત છે, એની જ શોધમાં લાગેલો છું.

કોરોના કાળમાં સાવધાની પર મુકેશ કહે છે, હું પુરી રીતે નિયમોનું પાલન કરી રહ્યો છું. એક વર્ષથી કોઈ પાર્ટી ફંક્શનમાં ગયો નથી. સોશિયલ ડિસ્ટન્સનું પણ ધ્યાન રાખી રહ્યો છુ. મેં બંને ડોઝ વેક્સિન લઇ લીધી છે. ઇચ્છુ છું કે તમામ ફેન્સ પણ નિયમ કાયદાનું પાલન કરે.

મુકેશ ખન્નાએ શેર કર્યો વિડીયો

મુકેશ ખન્નાએ પોતાનો એક વિડીયો જારી કરતા પોતાના ફેન્સને નિશ્ચિત કર્યા કે તેઓ એકદમ સારા છે. વિડીયોમાં એકત્ર બોલે છે, ‘હું એ વાત જણાવવા માટે તમારી સમક્ષ આવ્યો છું કે હું એકદમ સારો છું અને મને અફવાઓનું ખંડન કરવા માટે કહેવામાં આવ્યું છે અને હું ખંડન સાથે આને વખોડું પણ છું. જે રીતે લોકો ઝેર ફેલાવી રહ્યા છે, આ સમસ્યા સોશિયલ મીડિયાની છે. હું તમને જણાવી દઉં કે હું પુરી રીતે સ્વસ્થ છું અને તમારા આશીર્વાદ મારી સાથે છે. મારી સાથે વધુ જયારે આર્શીવાદ છે તો ફરી કોઈ મારુ શું બગાડી શકે છે. મને ખુબ કોલ્સ આવી રહ્યા છે. માટે મને લાગ્યું કે દર્શકોને જણાવી દેવું જોઈ કે હું એકદમ સારો છું. આભાર.

Read Also

Gujarat Government Advertisement

Related posts

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt

પેટ્રોલના સતત ભાવ વધારા બાદ હવે મળી શકે છે રાહત, સરકારે ઓઇલ કંપનીઓ સાથે ગોઠવી બેઠક

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!