GSTV
Home » News » મુકેશ અંબાણીએ લીધો આ મોટો નિર્ણય, JIOની સંપત્તિ વેચી ભેગા કરશે 1.07 લાખ કરોડ

મુકેશ અંબાણીએ લીધો આ મોટો નિર્ણય, JIOની સંપત્તિ વેચી ભેગા કરશે 1.07 લાખ કરોડ

ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રાઈવેટ ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટના અગ્રણી બ્રોકફિલ્ડ એસેટ્સ મેનેજમેન્ટ રિલાયન્સ જીઓના ટેલિકોમ ટાવર અને ફાઈબર એસેટ્સ ૧પ અબજ ડોલર અથવા રૂ.૧.૦૭ લાખ કરોડમાં હસ્તગત કરવા માટે ચર્ચા કરી રહી છે. જો ડિલ થશે તો તે પ્રાઈવેટ ઈક્વિટી ક્ષેત્રે મોટી ડિલ માનવામાં આવશે. નોંધનીય છે કે, રિલાયન્સ જીઓનો સંચાલકિય હિસ્સો દેશની સૌથી મુલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ કરે છે. તાજેતરમાં રિલાયન્સ જીઓના દેવામાં ઘટાડો કરવા તેના એસેટ્સમાં વેચાણ કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. જિયોના લોન્ચિંગ સમયે રિલાયન્સે 3 લાખ કરોડ રૂપિયાનું દેવું કર્યું હતું. હાલમાં અંબાણી જિયોની સંપત્તિઓ વેચી 1.07 લાખ કરોડ રૂપિયા ભેગા કરવાનું આયોજન કરી રહ્યાં છે.

કંપનીના આશરે ૩૦ કરોડ જેટલા ગ્રાહકો

જીઓ અત્યારે ર.ર લાખ ટાવર ઓપરેટ કરે છે. તેની સાથે ત્રણ લાખ કિલો મીટર ઓપ્ટિક ફાઈબર ધરાવે છે. અત્યારે કંપનીના આશરે ૩૦ કરોડ જેટલા ગ્રાહકો છે અને તે ઝડપથી નવા ગ્રાહકો મેળવી રહી છે. કેનેડા સ્થિત બ્રુકફિલ્ડ વિશ્વમાં અત્યારે ૩૩૦ અબજ ડોલર જેટલા એસેટ્સ મેનેજ કરી રહી છે. અત્યારે તેનું ધ્યાન એશિયાની ત્રીજા ક્રમની સૌથી મોટી ઈકોનોમીના ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એસેટ્સ ઉપર છે.

જીઓની બેલેન્સશીટમાંથી અમુક એસેટ્સનું વેચાણ કરવાની યોજના

જીઓ તેની બેલેન્સશીટમાંથી અમુક એસેટ્સનુ વેચાણ કરવાની યોજના ધરાવે છે. કંપની લાંબા ગાળાના ઓપરેટિંગ કરારોને સમર્થન આપી રહી છે અત્યારે ઈન્ફ્રા એસેટ્સનું મુલ્ય ૧રથી ૧પ અબજ ડોલર આંકવામાં આવી રહ્યુ છે. બ્રુકફિલ્ડ સાથે ટ્રાન્જેક્શન પછી જીઓ તેના ઋણમાં ઘટાડો કરશે. તેથી તે ભવિષ્યમાં ટેલિકોમ માર્કેટમાં પ૦ હિસ્સો મેળવવાનો લક્ષ્ય પુર્ણ કરી શકશે.

Related posts

દેશમાં એક તરફ વરસાદી માહોલ, જ્યારે ગુજરાતના આ જિલ્લામાં મેઘ માટે તરસે છે જગતનો તાત

Path Shah

ક્રિકેટમાં વિશ્વ વિજેતા બન્યા પછી ઇંગ્લેન્ડના ખેલાડીઓએ આવી રીતે કરી ઉજવણી, જુઓ તસવીરો

Riyaz Parmar

અષાઢ મહિનો અડધો વીતિ ગયો હજુ મેઘરાજાએ મહેર કરી નથી , ખેડૂતોની હાલત બની કફોડી

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!