રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી દ્વારા રિલાયન્સ જિયોની કમાન આકાશ અંબાણીને સોંપાયા બાદ હવે તેમના પુત્રી ઇશા અંબાણીને રિલાયન્સ રિટેલની કમાન સોંપવામાં આવશે. ઇશા અંબાણી રિલાયન્સ રિટેલ બિઝનેસના ચેરમેન બની શકે છે. ઈશા અત્યારે રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડમાં ડિરેક્ટર છે.

ઈશાએ યેલ અને સ્ટેનફોર્ડથી અભ્યાસ કર્યો છે. વર્ષ 2015માં ઇશા અંબાણીએ ફેમિલી બિઝનેસ જોઈન કર્યો હતો. ઇશા અંબાણી જિયો પ્લેટફર્મ અને જિયો લિમિટેડના બોર્ડમાં પણ સામેલ છે. ઇશા અંબાણીના લગ્ન ડિસેમ્બર-2018માં વેપારી અજય પીરામલના પુત્ર આનંદ પીરામલ સાથે થયા છે. મહત્વનું છે કે બે દિવસ પહેલાં 27 જૂને જિયોની બોર્ડ મીટિંગમાં મુકેશ અંબાણીએ રિલાન્યસ જિયોના ડાયરેક્ટપદેથી રાજીનામું આપ્યું હતું. જે બાદ આકાશ અંબાણીની જિયો ઈન્ફોકોમ લિમિટેડના બોર્ડ ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે.
રિલાયન્સ રિટેલ અને રિલાયન્સ જિયો બંને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની સબસિડી કંપનીઓ છે. મુકેશ અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને ડિરેક્ટર છે. ભારતનું રિટેલ માર્કેટ અંદાજે 900 અબજ ડોલર એટલે કે અંદાજે 700 લાખ કરોડ ડોલરનું છે અને રિલાયન્સ ભારતના રિટેલ ઓનલાઈન માર્કેટ સાથે ઓફલાઈન માર્કેટને પણ વધુને વધુ કેપ્ચર કરવા માંગે છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.
READ ALSO
- ક્રિકેટ/ વોશિંગ્ટન સુંદરની જગ્યાએ ટીમ ઈન્ડિયામાં શામેલ કરાયો આ ઘાતક ખેલાડી, કેરિયરમાં પ્રથમ વખત મળ્યું સ્થાનઃ બીસીસીઆઈએ કરી જાહેરાત
- કુશ્તીબાજ દિવ્યા કાકરાનને સહાય મુદ્દે નવો ટ્વિસ્ટ, ભાજપનો પ્રચાર કરનાર આપને કરે છે બદનામ
- સ્માર્ટફોન ધમાકા/ Moto G32ની ખરીદી પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, 12,000 રૂપિયા સુધીનો આ રીતે મેળવો ફાયદો
- નશાનો કારોબાર/ વડોદરામાં કેમિકલ ફેક્ટરીના નામે ધમધમતી ડ્રગ્સની ફેક્ટરી પર ગુજરાત ATSના દરોડા, ઝડપાયું 1000 કરોડનું ડ્રગ્સ
- સિધ્ધાંતો કે આગે ઝૂકનેકા નહીં / ‘પુષ્પા’ ફેઈમ અલ્લુ અર્જુને 10 કરોડની ઓફર ફગાવી