GSTV

મોદીના ખાસ ટાટા, બિરલા અને અદાણીને અબજોનો ફટકો, મુકેશ અંબાણીના 5 અબજ ડોલર ધોવાયા

કોરોના વાયરસ ભલે હજુ ભારતમાં પ્રવેશ્યો ન હોય, પરંતુ તેની વ્યાપક અસરો દેશના શેરબજારમાં જોવા મળી રહી છે. દેશના અન એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીની સંપત્તિના વેલ્યૂએશનમાં કોરોના વાયરસને કારણે 5 અબજ ડોલરનો તોતિંગ ઘટાડો નોંધાયો છે. શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત થઈ રહેલા ઘટાડામાં રિલાયન્સના શેર પણ બાકાત રહી શક્યા નથી. કોરોનાના ફફડાટને પગલે છેલ્લા કેટલાક દિવસોથી શેરબજારમાં જોરદાર ધોવાણ થઈ રહ્યું છે. વિવિધ કંપનીઓના શેર્સમાં પણ મોટો કડાકો બોલાતા ભારતના ટોચના ધનવાનોની સંપત્તિમાં પણ સારું એવું ધોવાણ થયું છે.

અબજોપતિઓની કંપનીના શેર્સમાં ગાબડુ

છેલ્લા બે મહિનામાં જ મુકેશ અંબાણી બાદ કુમાર મંગલમ બિરલાની વેલ્થ પણ 884 મિલિયન ડોલર જેટલી ઘટી છે. જ્યારે આઈટી ટાયકૂન અજીમ પ્રેમજીને પણ 869 મિલિયન ડોલર જ્યારે ગૌતમ અદાણીને 496 મિલિયન ડોલર ગુમાવવા પડ્યા છે. સાથે જ કોટક મહિન્દ્રા બેંકના ઉદય કોટક અને સન ફાર્માના દિલિપ સંઘવી પણ સૌથી વધુ વેલ્થ ગુમાવનારા લોકોમાં સામેલ છે. આ બંને અબજોપતિઓની કંપનીના શેર્સમાં પણ છેલ્લા બે મહિનામાં સારું એવું ગાબડું પડ્યું છે.

હજુ પણ વેલ્થમાં થશે ધોવાણ

જો કે, આ આંકડો તો 27 ફેબ્રુઆરી સુધીનો જ છે. 28મી ફેબ્રુઆરીએ તો સેન્સેક્સમાં 1448 પોઈન્ટ્સનું મહાકાય ગાબડું જોવા મળ્યુ હતું. જો આજે થયેલા ઘટાડાને પણ ઉમેરી દેવામાં આવે તો મુકેશ અંબાણી સહિતના અબજોપતિઓની વેલ્થમાં થયેલું ધોવાણ વધી જાય તેમ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 11 દિવસોમાં રિલાયન્સનું માર્કેટ કેપ 53,706 કરોડ રુપિયા, ટાટાનું 41,930 કરોડ રુપિયા, અદાણીનું 27,101 કરોડ રુપિયા, આદિત્ય બિરલાની વેલ્થ 17,534 કરોડ રુપિયા ઘટી ગઈ છે.

ઈન્વેસ્ટર્સના 15 લાખ કરોડથી વધુ રુપિયા ધોવાયા

આ તમામ શેર્સમાં મોટાભાગનું ધોવાણ છેલ્લા 15 દિવસમાં જ થયું છે. 12 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધીમાં સેન્સેક્સ 4500 પોઈન્ટ્સ જેટલો ઘટી ચૂક્યો છે. જેમાં ઈન્વેસ્ટર્સના 15 લાખ કરોડથી પણ વધુ રુપિયા ધોવાઈ ચૂક્યા છે.

READ ALSO

Related posts

Corona: લોકડાઉન ઉલ્લંઘન પર આ રાજ્યમાં 66 હજાર FIR દાખલ, 10 હજાર વાહન જપ્ત

Arohi

પૂરા 24 કલાક માટે આ જગ્યાએ બંધ રહેશે PUBG Mobile ગેમ, જાણો કારણ

Nilesh Jethva

આ દેશમાં કોરોનાએ એવો કહેર મચાવ્યો કે માસ્ક ખરીદવા કોઈ પણ કિંમત દેવા છે તૈયાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!