GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

રતન ટાટા બાદ રિલાયન્સ અને ટોરેન્ટ ગૃપે કોરોના સામે લડવા આપ્યું કરોડોનું દાન

કોરોના મહામારી સામે લડવા એક બાદ એક ઉદ્યોગપતિ છુટ્ટા હાથે દાન કરી રહ્યા છે. પીએમ મોદીની અપીલ બાદ રતન ટાટાએ 1500 કરોડ આપવાની જાહેરાત કરી હતી. તો આ કળીને આગળ વધારતા દેશના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીએ પીએમ કેર્સ ફંડમાં 500 કરોડ આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીએ મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બન્ને રાજ્યમાં પણ 5-5 કરોડ આપ્યા છે. તે સિવાય હેલ્થકેર સાથે જોડાયેલા કર્મચારીચારીએને દરરોડ એક લાખ માસ્ક આપશે.

ટોરેન્ટ ગૃપે 100 કરોડ સહાય આપવાની જાહેરાત કરી

રિલાયન્સ બાદ ટોરેન્ટ ગૃપે 100 કરોડ સહાય આપવાની જાહેરાત કરી છે. તો ફાર્મા કંપની ઈન્ટાસ ફાર્માએ 40 હજાકથી વધુ હેલ્થકેર વર્ક્સને કોવિડ-19 ટ્રાયલ માટે હાડ્રોક્સિક્લોરોક્વિનની ૨૦ લાખ જેટલી ટેબલેટ્સ આપવામાં આવશે. આ ઉપરાંત એલ એન્ડ ટી કંપનીએ 150 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. મેનકાઈન્ડ ફાર્માએ પણ રાહત ભંડોળ માટે રૂ. 51 કરોડ રૂપિયા આપવાની વાત કરી છે.

ડોનેટ કરવાવાળાની લાઈન લાગી

વાયરસના સંકટને પહોંચી વળવા માટે પીએમ મોદીએ ડોનેશન માટે અપીલ કરી હતી. જેને પગલે લોકો પ્રધાનમંત્રી કેર ફંડમાં મોટેપાયે દાન કરી રહ્યા છે. બોલીવૂડ અભિનેતા અક્ષય કુમારે 25 કરોડના દાન સાથે શરૂ કરેલો સીલસીલો લગાતાર ચાલુ છે. હવે ડોનેટ કરવાવાળાની લાઈન લાગી છે.

1031.29 કરોડનું દાન

પેટ્રોલિયમ મંત્રાલયના નેજા હેઠળની પબ્લિક સેક્ટર કંપનીઓએ કોરોનાના સંકટ સામે લડવા 1031.29 કરોડનું દાન આપ્યું છે. આ રકમ ઈન્ડિયન ઓયલ ઈન્ડિયન ઓયલ, ભારત પેટ્રોલીયમ, ઓએનજીસી જેવી કંપનીઓએ ભેગા કર્યા છે.

કર્મચારીઓ અને અધિકારીઓએ 61 કરોડ રૂપિયા ભેગા કર્યા

પેટ્રોલિયમ અને ગેસ વિભાગના મંત્રી ધર્મેદ્ર પ્રધાનના જણાવ્યા પ્રમાણે આ રકમ ઉપરાંત આ કંપનીઓના કર્મચારીઓ અને અધિકારીઓએ 61 કરોડ રૂપિયા ભેગા કરીને દાન કર્યું છે. લોકો મદદ માટે આગળ આવી રહ્યા છે. જણાવી દઈએ કે કોરોના વાયરસની મહામારીને જોતા પીએમ મોદીની અપીલ બાદ લોકો સતત મદદ માટે આગળ આવી રહ્યા છે.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રમાં એક જ દિવસે 114 પોલિસકર્મીઓ થયા સંક્રમિત, અત્યાર સુધી 2325 પોઝીટીવ અને 26ના થયા મોત

Harshad Patel

લાખો કમાવાનો મોકો! Aarogya Setu Appમાં શોધી બતાવો ખામી, સરકાર આપશે ઇનામ

Bansari

મોદી 2.0 સરકાર: અહીં સફળતાના ઝંડા લહેરાવ્યા તો અહીં રહી સંપૂર્ણ ફેલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!