GSTV
Gujarat Government Advertisement

ભાઈ અનિલ અંબાણીની Rcomને ખરીદશે મુકેશ અંબાણી, SBIને આશા કે આ રીતે પાછા આવશે 23,000 કરોડ

Last Updated on March 4, 2020 by Arohi

દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પોતાના ભાઈ અનિલ અંબાણીની નાદાર થઈ ચૂકેલ કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCom)ને ખરીદવા જઈ રહ્યા છે. સૂત્રો અનુસાર, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ આરકોમના રિસોલ્યુશન પ્લાનને મંજૂરી આપી દીધી છે. બેન્કોને અપેક્ષા છે કે આનાથી તેના 23,000 કરોડ રૂપિયા પાછા આવી જશે. મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો આરકોમની ટાવર અને ફાયબર બિઝનેસ (રિલાયન્સ ઈન્ફ્રાટેલ)ને ખરીદવા માટે 4,700 કરોડ રૂપિયા ઓફર કર્યા છે.

એસેટ્સ ખરીદવા લગાવી આટવા કરોડની બોલી

યૂવી એસેટ રિકંસ્ટ્રક્શન કંપની (UVARC)એ આરકોમ અને રિલાયન્સ ટેલિકોમની એસેટ માટે 14,700 કરોડ રૂપિયાની બોલી લગાવી છે. આરકોમને 4,300 કરોડનું દેવું ઈન્ડિયન અને ચાઈનીઝ ક્રેડિટર્સને પ્રાથમિકતાના આધારે ચૂકવવાનું છે. સૂત્રો અનુસાર, એસબીઆઈ બોર્ડે આરકોમના રિસોલ્યુશન પ્લાનને મંજૂરી આપી છે. રિસોલ્યુશન પ્લાન અંગે કમિટી ઓફ ક્રેડીટર્સની બેઠકનો આજે અંતિમ દિવસ છે. આરકોમ પર સિક્યોર્ડ દેવુ 33,000 કરોડનું છે અને લેન્ડર્સે 49,000 કરોડનો દાવો કર્યો છે.

અગાઉ આરકોમે દેવું ચુકવવા કર્યો હતો પ્રયત્ન

અગાઉ આરકોમે પોતાની એસેટ વેચીને દેવુ ચૂકવવા પ્રયત્નો કર્યા હતા. આના માટે અનિલ અંબાણીએ રિલાયન્સ જિયોનો સંપર્ક કર્યો હતો. જેના માલિક મુકેશ અંબાણી છે. જો કે, આ ડીલ અમુક કારણોસર નહોતી થઈ શકી. જિયોએ આરકોમની એસેટ ખરીદવાથી મનાઈ કરી દીધી હતી. જિયોનું કહેવું હતું કે, તેને આરકોમના ભારે દેવાનો બોજ ઉઠાવવો પડે તેવું તે નથી ઈચ્છતા. પછી સ્વીડિશ ટેલિકોમ કંપની એરિક્સને ઈન્સોલવન્સી માટે અપીલ દાખલ કરી અને આ પ્રક્રીયાની શરૂઆત થઈ.

Read Also

Gujarat Government Advertisement

Related posts

એલર્ટ/ ચહેરો ઓળખતા આ સોફ્ટવેર પર ઉઠ્યા સવાલ, જાણો તેનો ઉપયોગ કેટલો છે ખતરનાક

Bansari

સાવધાન/ ક્યાંક કોઈ તમારા નામથી સીમ કાર્ડનો ઉપયોગ તો નથી કરી રહ્યું ને, આ રીતે મેળવો જાણકારી

Harshad Patel

મારુતિ સુઝુકીએ એક વર્ષમાં ત્રીજી વાર કારના ભાવ વધાર્યાઃ આ દિવસથી ગાડીઓ થશે મોંઘી, ખરીદવાનું પ્લાન હોય તો જલદી કરજો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!