GSTV

નીતા અંબાણીએ ભાવિ પુત્રવધુને કરાવ્યા બાપા સિધ્ધિવિનાયકના દર્શન

Last Updated on March 26, 2018 by Karan

ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશની સગાઈ હીરાના વેપારી રસેલ મહેતાની પુત્રી શ્લોકા સાથે ગઈકાલે ગોવામાં નક્કી થયા બાદ આજે મુંબઈ આવીને અંબાણી પરિવારે પ્રભાદેવીના સિધ્ધિવિનાયક મંદિરમાં જઈને દર્શન કરી ગણેશજીના આશીર્વાદ મેળવ્યા હતા. પી.ટી.આઈ.ના અહેવાલ મુજબ આકાશ અને શ્લોકાની વિધિવત સગાઈ પહેલાં બને અંબાણી અને મહેતા પરિવારો એકમેકથી પરિચિત થઈ શકે માટે ગોવાના એક ફાઈવ- સ્ટાર રિસોર્ટમાં ગઈકાલે ગેટ-ટુ-ગેધરનું આયોજન થયું હતું. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર આકાશ તથા રસેલ મહેતા અને મોના મહેતાની પુત્રી શ્લોકાના લગ્ન ડિસેમ્બરની શરૃઆતમાં યોજાશે. આકાશ અને શ્લોકા ધીરૃભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં સાથે જ ભણતા હતા. શ્લોકાના પિતા રસેલ મહેતા હીરાની કંપની રોઝી બ્લ્યૂ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેકટર છે.

Related posts

ખુશખબર/ 4 મહિના બાદ કોરોના કેસના એવા આંક આવ્યા બહાર કે મોદી સરકારને થશે રાહત, રસીકરણની મહેનત ફળી

pratik shah

અતિ મહત્વનું: દેશના સૈન્ય દળોમાં 9,712 ઓફિસરો અને 1 લાખ સૈનિકોની અછત, સરકારે જણાવ્યું કે ખાલી છે પદો !

pratik shah

કાર્યવાહી / અમદાવાદીઓ ચેતીને રહેજો, કોરોના કાળ દરમ્યાન ના ના કરતી ટ્રાફિક પોલીસે વસૂલ્યો કરોડોનો દંડ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!