GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

Coronaકાળમાં મુકેશ અંબાણી પર વરસી રહી છે લક્ષ્મીજીની કૃપા, Jioએ કરાવ્યો રૂપિયાનો વરસાદ

એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પોતાની ડીજીટલ ટેકનોલોજી જિયો પ્લેટફોર્મમાં વધુ એક વખત હિસ્સો વેચવામાં આવ્યો છે. શુક્રવારે સવારે ૨.૧૦ કલાકે કંપનીએ કરેલી જાહેરાત અનુસાર અબુધાબી સ્થિત સોવરિન રોકાણકાર મુબદલા ઇન્વેસ્ટમેન્ટ કંપની દ્વારા જિયો પ્લેટફોર્મમાં ૧.૮૫ ટકા શેર હિસ્સા માટે રૂ.૯૦૯૩.૬૦ કરોડનું રોકાણ કરવામાં આવશે.

મુબાદલાએ કર્યુ Jioમાં રોકાણ

અગાઉના રોકાણોની જેમ જીયો પ્લેટફોર્મનું મૂલ્ય રૂ.૫.૧૬ લાખ કરોડ અને શેરમુલ્ય રૂ.૪.૯૧ લાખ કરોડ આકવામાં આવ્યું છે. મુબાદલા અબુધાબી સરકારની માલિકીની રોકાણકાર કંપની છે અને પેત્રોલીમ ઉપરાંત આ કંપની ટેકનોલોજી ક્ષેત્રે દિગ્ગજ કંપનીઓમાં રોકાણ કરે છે. મુબાદલા ગ્લોબલ ફાઉન્ડ્રી નામની કંપનીની માલિક છે જે આવકની દ્રષ્ટિએ સેમીકન્ડકર ફાઉન્ડ્રીનું ઉત્પાદન કરતી વિશ્વની બીજી સૌથી મોટી કંપની છે. જીયો પ્લેટફોર્મ શું છે? ગત વર્ષે રિલાયન્સે તેના ટેલીકોમ બીઝનેસને ત્રણ ભાગમાં વહેંચી દીધો હતો.

jio

ત્રણ પેટા કંપનીઓનો થાય છે સમાવેશ

જીયો પ્લેટફોર્મ કે જે રિલાયન્સની મોબાઈલ સેવામાં વપરાતી દરેક એપ જેમ કે જીયો સિનેમા, સાવન, જીયો મ્યુઝીક, જીયો ન્યૂઝ જેવી એપની માલિક છે. આ ઉપરાંત પ્લેટફોર્મની પેટા કંપનીઓમાં મોબાઈલ સેવા આપતી રિલાયન્સ જીયો ઇન્ફોકોમ, ટાવર સેવા માટે રિલાયન્સ જીયો ઇન્ફ્રાટેલ અને ઓપ્ટીકલ ફાઈબર માટેની ત્રણ કંપનીઓનો સમાવેશ થાય છે. જીયો પ્લેટફોર્મ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માલિકીની પેટા કંપની છે અને તે જીયોની ડીજીટલ એપ ઉપરાંત હાઈસ્પીડ કનેક્ટિવિટીને એકસાથે જોડે છે.

jio

મુબાદલા સિવાય આ લોકોએ કર્યુ રોકાણ

રિલાયન્સ જીયો ઇન્ફોકોમ ભારતમાં ૩૮.૮ કરોડ મોબાઈલ ગ્રાહકોને ૪જી મોબાઈલ સેવા આપે છે. આ કંપની જીયો પ્લેટફોર્મની માલિકી હેઠળ જ કાર્યરત કરશે. આ સાથે જિયો પ્લેટફોર્મમાં રિલાયન્સે ૧૮.૯૭ ટકા હિસ્સો વેચી રૂ.૮૭,૬૫૫.૩૫ કરોડ એકત્ર કર્યા છે જેમાં રોકાણકાર તરીકે વિશ્વની અગ્રણી કંપનીઓ અને પ્રાઈવેટ ઇક્વિટી ઇન્વેસ્ટર જોડાયા છે. મુબાદલા સિવાયના રોકાણકારોમાં ફેસબુક, સિલ્વરલેક, વિસ્ટા ઇક્વિટી પાર્ટનર, જનરલ એટલાન્ટીક અને કેકેઆર જેવા રોકાણકારોનો સમાવેશ થયા છે. બુધવારે જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના દેશના સૌથી મોટા રાઈટ ઇસ્યુનું ભરણું પૂરું થયું હતું. આ ઇસ્યુ થકી કંપનીએ વર્તમાન શેરહોલ્ડર અને પ્રમોટર પાસેથી રૂ.૫૩,૧૨૫ કરોડ એકત્ર કર્યા છે.

READ ALSO

Related posts

એક મધપુડાના કારણે 12 જેટલા દુકાનદારો થયા પરસેવે રેબઝેબ, યુ.જી.વી.સી.એલના અધિકારીઓએ હાથ અધર કરી દીધા

Nilesh Jethva

12 વર્ષના ટેણીયાની ચાલાકી જોઈ પોલીસ પણ ગોથા ખાઈ ગઈ, 10 સેકન્ડમાં ઉપાડી લીધા 10 લાખ

Pravin Makwana

તડકામાં આંખો ઝીણી કરીને મોબાઇલમાં નેટવર્ક શોધતા બાળકોને ભણવું તો છે પણ મોબાઇલમાં નેટવર્ક જ નથી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!