GSTV
Business Trending

મુકેશ અંબાણીની બીજી મોટી કંપની, હવે રિલાયન્સના હાથમાં કમાન

એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી સતત પોતાનો બિઝનેસ વધારી રહ્યા છે. દરમિયાન રિલાયન્સ રિટેલ એક પછી એક સોદા કરીને આ ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી રહી છે. હવે અંબાણીના પોર્ટફોલિયોમાં વધુ એક મોટી કંપનીનો ઉમેરો થયો છે. અમે વાત કરી રહ્યા છીએ ચોકલેટ મેકર લોટસ ચોકલેટ વિશે. રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (RCPL) એ આ કંપનીમાં 51 ટકા હિસ્સો ખરીદ્યો છે અને કંપની દ્વારા તેનું અધિગ્રહણ પૂર્ણ થયું હોવાની માહિતી શેર કરાઈ છે.

74 કરોડમાં ડીલ પૂરી થઈ

રિપોર્ટ અનુસાર રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે લોટસ ચોકલેટ કંપની લિમિટેડમાં 74 કરોડ રૂપિયામાં મોટો હિસ્સો ખરીદીને સોદો પૂર્ણ કર્યો છે. આ ડીલ હેઠળ RCPL એ લોટસ ચોકલેટના નોન-ક્યુમ્યુલેટિવ રિડીમેબલ પ્રેફરન્સ શેર માટે રૂ. 25 કરોડ ચૂકવીને કંપનીનું નિયંત્રણ મેળવ્યું છે. રિલાયન્સ તરફથી કહેવામાં આવ્યું છે કે 24 મેથી કંપનીની કમાન સંભાળી લેવામાં આવી છે. ઓપન ઓફર હેઠળ શેરનું અધિગ્રહણ પણ પૂર્ણ થઈ ગયું છે.

ડીલની જાહેરાત 29 ડિસેમ્બર 2022ના રોજ કરાઈ હતી

RCPL એ માર્કેટ રેગ્યુલેટર સેબીના ટેકઓવર રેગ્યુલેશન્સ અનુસાર લોટસની ઇક્વિટી શેર મૂડીના વધારાના 26 ટકા હસ્તગત કરવાની સાર્વજનિક જાહેરાત કરી હતી. RRVL એ મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની છે અને RIL જૂથ હેઠળના તમામ રિટેલ વ્યવસાયો માટે હોલ્ડિંગ કંપની છે. રિલાયન્સ અને લોટસ વચ્ચેના આ સોદાની જાહેરાત ગયા વર્ષે 29 ડિસેમ્બર, 2022ના રોજ કરવામાં આવી હતી.

લોટસની શરૂઆત 1988માં થઈ હતી

આ ડીલ પર રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ, લોટસ ચોકલેટ કંપની લિમિટેડના પ્રકાશ પી પાઈ, અનંત પી પાઈ અને લોટસ પ્રમોટર ગ્રુપના અન્ય સભ્યો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ડિસેમ્બરમાં ડીલની શરૂઆત દરમિયાન તેના માટે પ્રતિ શેર 113 રૂપિયાની કિંમત પણ નક્કી કરવામાં આવી છે અને આ દરે આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. ચોકલેટ કંપની લોટસની સ્થાપના વર્ષ 1988 માં કરવામાં આવી હતી. તે કોકા અને ચોકલેટ ઉત્પાદનો સપ્લાય કરે છે.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રમાં અમિત શાહના રાહુલ પર પ્રહાર: ‘રાહુલ બાબા દેશને બદનામ કરવામાં વ્યસ્ત, ભારતમાં બહુ ઓછા લોકો તેમની વાત સાંભળે છે’

Hardik Hingu

WTC FINAL : શુભમન ગિલના આઉટ પર સર્જાયો વિવાદ, સોશિયલ મીડિયામાં #NOTOUT ટ્રેન્ડ થયું

Hardik Hingu

જન્મ કુંડળીમાં હંસ યોગ હોય તો કેવા પરિણામ મળે છે? જાણો

Hardik Hingu
GSTV