GSTV
Gujarat Government Advertisement

મુકેશ અંબાણીને ધમકી આપતાં મળેલી શંકાસ્પદ કાર માલિકનો મળ્યો મૃતદેહ, આત્મહત્યા કે મોત પોલિસ કરી રહી છે તપાસ

Last Updated on March 5, 2021 by Karan

મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના આલિશાન બંગલો એન્ટેલિયાની બહાર મળેલી શંકાસ્પદ સ્કોર્પિયો કારના માલિક મનસુખ હિરેન મૃત અવસ્થામાં મળી આવ્યો છે. તેણે કથિત રૂપે કલાવા ક્રિકમાં કૂદીને આત્મહત્યા કરી લીધી છે.
માહિતી મળતાં નૌપાડા પોલિસ સમયસર પહોંચી અને ઘટનાની તપાસ કરી રહી છે. પોલિસનું કહેવું છે કે આ મામલો આત્મહત્યા જેવો જ લાગી રહ્યો છે. જો કે હાલમાં આ ઘટનાની તપાસ કરાવાઈ રહી છે.

નેક્સ ટાઈમ સામાન પુરો તમારી પાસે આવશે

શંકાસ્પદ ગાડીમાં મળેલી ચિઠ્ઠીમાં કહેવામાં આવ્યું છે કે આ તો ફક્ત એક ટ્રેલર છે. નીતા ભાભી, મુકેશ ભાઈ આ તો ફક્ત એક ઝલક છે. નેક્સ ટાઈમ સામાન પુરો તમારી પાસે આવશે અને સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે.

આ ગતિવિધિઓને અંજામ આપવા માટે લાંબા સમયથી પ્લાનિંગ કરવામાં આવી રહી હતી

સૂત્રોના જણાવ્યાનુંસાર આ ગતિવિધિઓને અંજામ આપવા માટે લાંબા સમયથી પ્લાનિંગ કરવામાં આવી રહી હતી. આરોપી ગાડીને ઘરની એકદમ નજીક ઉભી રાખવા ઈચ્છતો હતો પરંતુ સુરક્ષાના કારણે એ ન થઈ શક્યુ. તેના દ્વારા અંબાણી પરિવારની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. દરેક કોન્વેને ટ્રેક કરવામાં આવી રહ્યો હતો.

સીટ પર મુંબઈ ઈન્ડિયન્સની બેગ રાખવામાં આવી હતી

જાણકારી મુજબ જે સ્કોર્પિયો કાર મળી છે તેની સીટ પર મુંબઈ ઈન્ડિયન્સની બેગ રાખવામાં આવી હતી. મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલની ક્રિકેટ ટીમ છે. જેની માલિકી મુકેશ અંબાનીની છે. બેગમાં ધમકી ભરેલી ચિઠ્ઠી હતી. જે વ્યક્તિએ સ્કોર્પિયોને ત્યાં પાર્ક કરી તે ગાડી ઉભી રાખી ઈનોવા કારમાં બેસી જતો રહ્યો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કોરોનાનું ભયાવહ રૂપ / મહારાષ્ટ્રમાં દર ત્રીજી મિનીટે એકનું મોત અને દર કલાકે અંદાજે 3 હજાર લોકો સંક્રમણના ભોગ

Dhruv Brahmbhatt

કોરોનાનો કાળો કહેર / જામનગરમાં સર્જાયા હૈયું કમકમી ઉઠે તેવાં દ્રશ્યો, એકસાથે સળગી રહી છે 12-12 ચિતાઓ

Dhruv Brahmbhatt

28 જૂનથી અમરનાથ યાત્રાનો શુભારંભ, જાણો કેવી રીતે કરાવી શકશો ઓનલાઇન રજિસ્ટ્રેશન

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!