GSTV

મુકેશ અંબાણીએ આપ્યો ભારતના ગ્રોથનો આઈડિયા, જાણો શું છે દેશનાં સૌથી ધનિક વ્યક્તિની સલાહ

ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી કહે છે કે ભારતે તેના વિકાસને વેગ આપવા માટે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ફરીથી વિચાર કરવો જોઇએ. ઉત્પાદન ક્ષેત્રને ફરીથી વ્યાખ્યાયિત કરવાની અને પુનર્વિચાર કરવાની જરૂર છે. નાના અને મધ્યમ ઉદ્યોગોને મજબૂત બનાવવાની જરૂર છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરને વેગ આપવા માટે ભારત સરકરા સતત મેન્યુફેક્ચરિંગ સેક્ટરને મજબુત બનાવવાની વાત કરી રહી છે.

મુકેશ અંબાણીએ કહ્યું કે અમે ભારતને ડિજિટલ સમાજ બનાવવા માંગીએ છીએ. કૃડ પરની અવલંબન ઘટાડવા માટે અમે ભારતની શિક્ષણ પ્રણાલીને સંપૂર્ણ રૂપે પરિવર્તન કરીશું. ઉર્જા ક્ષેત્રમાં પરિવર્તન લાવવા માંગીએ છીએ. રિલાયન્સ જિયો ભારતને ચોથી ઔદ્યોગિક ક્રાંતિના પ્રણેતા બનવામાં મદદ કરી શકે છે. ભારત ત્રણ ઔદ્યોગિક ક્રાંતિઓમાં પાછળ રહી ગયું હોવા છતાં, હવે તેને આઈટી ક્ષેત્ર, હાઇ સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને પોસાય તેવા સ્માર્ટ ડિવાઇસીસ દ્વારા આ તક મળી છે. રિલાયન્સ જિયો પાસે એવા તત્વો છે જેના દ્વારા ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરવામાં આવે છે.

READ ALSO

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!