GSTV
Home » News » જયારે નીતાએ ધીરૃભાઇ અંબાણીનો ફોન કેટલીય વાર કાપ્યો…. પિતાએ આપ્યો હતો ઠપકો

જયારે નીતાએ ધીરૃભાઇ અંબાણીનો ફોન કેટલીય વાર કાપ્યો…. પિતાએ આપ્યો હતો ઠપકો

gujarati news

કેટલાક મોટા ઉદ્યોગપતિ કે જાણીતી વ્યકિતના જીવનની અંગત વાતો લોકો જાણવા ઇચ્છતા હોય છે. દેશના મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનો આજે જન્મ દિવસ છે. ત્યારે તેના જીવન વિશે અગાઉ કયારેય ન જાણી હોય તેવી હકીકતો જાણીએ. ત્યારે મુકેશ અને નીતાના લગ્ન ૧૯૮પમાં થયા હતા.

જો કે એ પહેલા એક વર્ષથી તેઓ એક બીજાના પ્રેમમાં હતા. મુકેશ પહેલા તેના પિતા ધીરૂભાઇએ નીતાને પસંદ કરી હતી. નીતા એક ભરતનાટયમની એક કલાકાર હતી. જ્યારે ધીરૂભાઇએ એક કાર્યકમમાં નીતાને ડાન્સ કરતા જોઇ હતી. અને તેમણે પોતાના પુત્ર માટે તેને પસંદ કરી લીધી. આ વાત નીતાએ તેના એક ઇન્ટરવ્યૂમાં કરી હતી.ત્યારે નીતા જણાવે છે કે ગુજરાતી સમાજ તરફથી એક વાર્ષિક કાર્યકમ યોજવામાં આવ્યો હતો. મે તેમાં ભાગ લીધો હતો અને ડાન્સ કરી રહી હતી.

ત્યારે મને જરા પણ ખબર નહોતી કે મને કોઇ જોઇ રહયું છે. કાર્યકમના થોડા દિવસો પછી મારા ઘરે ફોન આવ્યો હતો. ત્યારે ફોન ઉપર જણાવ્યું કે હું ધીરૂભાઇ અંબાણી બોલું છું, ત્યારે મને લાગ્યું કે કોઇ મજાક કરે છે, એટલે મે તરત જ ફોન કાપી નાખ્યો હતો. થોડી વાર પછી ફરીથી કોલ આવ્યો અને બોલ્યા કે હું ધીરૂ ભાઇ અંબાણી બોલું છું એટલે મે કીધું હું એલીઝાબેથ ટેલર બોલું છું, તેમ ગુસ્સામાં મે ફોન મુકી દીધો.

ત્યારે તેમણે ત્રીજી વખત ફોન કર્યો આ વખતે મારા પિતાએ ફોન ઉપાડયો અને તેમના ચહેરાના હાવભાવ બદલાઇ ગયા અને તેમણે મને ઠપકો આપતા જણાવ્યું કે ફોન ખરેખર ધીરૂભાઇ અંબાણીનો જ છે અને તું સરખી રીતે તેમની સાથે વાતચીત કરીશ કે નહીં? તેમણે મને ઓફિસે મળવા બોલાવી. એ દિવસે હું ખૂબ જ નર્વસ હતી, હું તેમને મળી અને બહુ પ્રભાવિત થઇ અને તેઓ મને સરળ સ્વભાવના લાગ્યા. તેમણે મને તેમના ઘરે જમવાનું આમંત્રણ આપ્યું હતું.

ત્યારે નીતા અને તેમનો પરિવાર ધીરૂભાઇ અંબાણીના ઘરે ડીનર માટે પહોંચ્યો હતો. આ વખતે ધીરૂભાઇએ પોતાના પુત્ર મુકેશને જણાવ્યું કે મે તારા માટે એક છોકરી પસંદ કરી છે, તારે આજે તેને મળવાનું છે એટલે તું જઇને ઘરનો દરવાજો ખોલ. ત્યારે મુકેશે દરવાજો ખોલ્યો અને નીતાને જોઇ દિલ દઇ બેઠા.

ત્યાર બાદ બંનેએ એક બીજાને જાણવાની કોશિષ કરી. નીતા અને મુકેશ મર્સીડીઝ કાર છોડી ડબલ ડેકર બસમાં અવાર નવાર મુસાફરી કરતા. મુકેશના જીવનમાં આવેલી પહેલી છોકરી હતી. નીતા જણાવે છે કે મુકેશ તેને દરરોજ ગુલાબનું ફુલ આપતા અને બંને મુંબઇની બજારમાં ભોજન લેતા હતા.એક દિવસ મુકેશે નીતાને પોતાની કારમાં પ્રપોઝ કર્યું અને મુંબઇના સતત વ્યસ્ત રોડ ઉપર મુકેશે પોતાની કાર રોકી દીધી અને તેણે પૂછયું શું તું મારી સાથે લગ્ન કરીશ? અને તું જયાં સુધી જવાબ નહી આપે ત્યાં સુધી હું કાર આગળ કાર હંકારીશ નહી.પાછળ બીજી કારના ચાલકો હોર્ન ઉપર હોર્ન મારતા હતા અને મુકેશને નીતાના જવાબનો ઇંતજાર હતો.થોડા સમય બાદ નીતાએ મુકેશને હા પાડી ત્યારે જ તેમણે કાર આગળ ચલાવી હતી.

READ ALSO

Related posts

ગુજરાતીઓએ મોલ અને મલ્ટિપ્લેક્સમાં પાર્કિગ માટે ચૂકવવો પડશે ચાર્જ, સુપ્રીમે આપ્યો મોટો ચૂકાદો

Karan

સુપ્રીમના ચૂકાદા પહેલાં મોદી સરકારના સાંસદે આપી દીધો ચૂકાદો, મંદીર બાંધવાની તારીખ પણ જાહેર કરી દીધી

Mayur

મુગલોએ બળજબરીથી વિવાદિત જમીન પર મસ્જિદ બનાવી હતી અને મંદિરને તોડી પાડ્યું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!