GSTV
Home » News » મુકેશ અંબાણીના પુત્રમાં શક્ય હતી આ વાતો, બીજા તો સપનામાં પણ ના વિચારી શકે

મુકેશ અંબાણીના પુત્રમાં શક્ય હતી આ વાતો, બીજા તો સપનામાં પણ ના વિચારી શકે

અંબાણીના પુત્રની જાનમાં દિગ્ગજ સેલિબ્રિટીઝના નાચવાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. તેમાં, બૉલીવુડના મોટા સેલિબ્રિટીઝ નૃત્ય કરતા હતા. જ્યારે રસ્તા પર તેમના પ્રિય સ્ટાર ને જોવું એ એક સ્વપ્ન કરતાં ઓછું ન હતું. તેમાં શાહરૂખ ખાન, રણબીર કપૂર, હાર્ડિક પંડ્યા, કરણ જોહર, નીતા અંબાણી, મુકેશ અંબાણી, ઇશા અંબાણી, ગૌરી ખાન અને વરરાજા આકાશ પણ નાચી રહ્યા હતા.

તમે લગ્નનાં ટેન્ટની અંદર નાના એલઇડી જોઈ હશે તમે પરંતુ આકાશની જાનમાં ચાંદીની સ્ક્રીન જેટલી મોટી એલઇડી લગાવવામં આવી હતી. જેમાં જાનના પ્રત્યેક દ્શ્યો સ્પષ્ટ રીતે જોઈ શકાતા હતા. જ્યારે આકાશ અંબાણીની જાનમાં પ્રખ્યાત ગાયકોએ તેમની ટીમ સાથે કર્યું જેમાં મીકા અને તેમના સાથી કલાકારો ચાલતા ફરતા સ્ટેજ પર મિકા ગાઈ રહ્યાં હતા અને બધા મહેમાનો ઝૂમી રહ્યા હતા. ત્યારે કેટલાક સેલિબ્રિટી સ્ટેજ પર ચઢી ને ધમાલ મસ્તીકરતા નજરે પડી રહ્યાં હતા.

જ્યારે દેશમાંથી જ નહી પરંતુ વિદેશમાંથી પણ અંબાણીનાં વહુ દિકરાને આશીર્વાદ આપવા પહેચ્યાં હતા. જેમાં યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલ બાન કી મૂન, રતન ટાટા, ભૂતપૂર્વ બ્રિટીશ વડા પ્રધાન ટોની બ્લેર, ન્યૂઝિલેન્ડના ફાસ્ટ બોલર શેન બોન્ડ, ભૂતપૂર્વ શ્રીલંકાના ખેલાડી અને આઈપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સના કોચ મહેલા જયવર્દને જેવા સ્ટાર્સ પહોચ્યાં હતા. આકાશ અંબાણીની લગ્ન રાધા-કૃષ્ણ થીમ પર થઈ. કાર્ડથી લઈને ઘરનું સુશોભન, કૃષ્ણની લીલાઓ અને રાધા સાથે તેનો પ્રેમ બતાવ્યો હતો.

150 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કલાકારો સાથે રાસલીલા કરવામાં આવી રાધા-કૃષ્ણની થીમ હોય અને તેના પર રાસલીલા નહીં, તે કેવી રીતે હોઈ શકે છે. ત્યારે નીતા અંબાણીએ પુત્રી ઈશાના લગ્નમાં પણ રાસ લીલાનો એક કાર્યક્રમ પણ કર્યો હતો. તેવી જ રીતે પુત્રના લગ્નમાં પણ એક મહાન રાસલીલા યોજવામાં આવી હતી.

અંબાણી પરિવારએ ફૂલોની સજાવટમાં લાખો રૂપિયા ખર્ચ્યા હતામોર, ઝૂલા અને કૃષ્ણની પ્રતિમાં ફૂલોથી બનાવવામાં આવ્યાં હતાં. આ માટે, કલાકારોને દૂર દૂરથી બોલાવામાં આવ્યાં હતાં. લગ્નના કાર્ડને જોઈને આંખો ફાટાઈ ગઈ- આકાશ અંબાણીના લગ્નનું કાર્ડ મ્યુઝિકલ હતું. જ્યારે ખુલ્લો ત્યારે પ્રકાશ પણ નિકળતો હતો. કાર્ડમાં પ્રી-વેડિંગ ફંક્શનથી લગ્ન અને રિસેપ્શન સુધીનો તમામ ડિટેલો હતી. આ કાર્ડ રાધા-કૃષ્ણ વિષય પર આધારિત છે. જ્યારે કાર્ડ ખોલવામાં આવે તેમાં એક સ્તોત્ર સંભળાતો હતો.

મુંબઇના પોલીસમેનને શુભેચ્છા કાર્ડ અને મીઠાઈઓ મોકલવામાં આવી હતી- મુકેશ અંબાણીએ આ પ્રસંગે મુંબઇ મેટ્રોપોલિટન વિસ્તારમાં આશરે 50 હજાર પોલીસ કર્મચારીઓને મીઠાઈ મોકલવામાં આવી હતી. મહાનગરીય શહેર મુંબઈના દરેક પોલીસ સ્ટેશન પર મિઠાઈનાં ડબ્બાઓ મોકલવામાં આવ્યા હતા.

READ ALSO

Related posts

અભિનેત્રી મોની રોય ગુલાબી રંગની સાડીમાં લાગી રહી છે એકદમ ખુબસુરત, સ્ટાઈલીશ લુકને કરો ટ્રાય

pratik shah

લગ્નની જાન આવતા પહેલા પોલીસ આવી પહોંચી, પછી થયું એવું કે…

pratik shah

મલાઈકા, અર્જુન, કરિના, આલિયા સાથે અનેક સ્ટાર્સ જોવા મળ્યા કરણ જૌહરના ઘરે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!