GSTV
Gujarat Government Advertisement

અનિલ અંબાણી ઉપર મોટા ભાઈ મુકેશે કોઈ અહેસાન નથી કર્યુ, એસેટનું ભાડું હતુ 460 કરોડ!

MUKESH with ANIL

Last Updated on October 8, 2020 by Mansi Patel

ગયા વર્ષે માર્ચમાં, જ્યારે અનિલ અંબાણી એરિક્સનની બાકી ચુકવણીના સંબંધમાં જેલમાં જવાની તૈયારીમાં હતો ત્યારે એવા સમાચાર મળ્યા હતા કે તેમના મોટા ભાઈ મુકેશ અંબાણીએ 460 કરોડ આપીને બચાવ્યો હતો. પરંતુ હવે આ માહિતી પ્રકાશમાં આવી છે કે મુકેશ અંબાણીએ આ પૈસા આપીને તેના ભાઈની તરફેણ કરી નથી. વાસ્તવમાં, મુકેશની એક કંપનીએ અનિલ અંબાણીની ઘણી સંપત્તિ ભાડે લીધી હતી અને આ પૈસા તે ભાડા માટેના જ હતા. ગયા વર્ષે માર્ચમાં, અનિલ અંબાણીને ઘણા સંકટનો સામનો કરવો પડ્યો હતો જ્યારે રિલાયન્સ કમ્યુનિકેશને સ્વીડિશ કંપની એરિક્સન(Ericsson)ને રૂ. 460 કરોડની બાકી લેણા રકમ ચુકવવા કહ્યું હતું. તે પછી તે મીડિયામાં આવ્યું કે મોટા ભાઈ મુકેશ અંબાણીએ તેમને બચાવી લીધા છે.

લંડન કોર્ટમાં આપેલી માહિતી

ખાનગી મીડિયાના સમાચાર મુજબ, ચીની બેંકો સાથેના લોનના વિવાદમાં યુકેની અદાલતમાં અનિલ અંબાણીએ રજૂ કરેલા દસ્તાવેજોમાં, તેમણે જણાવ્યું છે કે તેમણે મુકેશ અંબાણીની રિલાયન્સ ગ્રુપ કંપની, તેમના જૂથની અનેક કોર્પોરેટ સંપત્તિ ભાડે આપી છે. જેની સાથે તેને આશરે 460 કરોડ રૂપિયા મળ્યા અને આનાથી એરિક્સનનું બાકી દેવું ચુકવ્યુ છે.

અનિલ અંબાણીના પ્રવક્તાએ પણ સ્વીકાર્યું

અનિલ અંબાણીના પ્રવક્તાએ ખાનગી મીડિયાનાં પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, ‘એરિક્સન કેસમાં કેટલીક કોર્પોરેટ સંપત્તિ ભાડે આપીને ભંડોળની જરૂરિયાત પૂરી કરવામાં આવી હતી. મુકેશ અંબાણીએ અનિલ અંબાણીને અંગત રીતે ન તો કોઈ ભંડોળ આપ્યું છે અને ન તો કોઈ ભેટ. જોકે, તે જણાવવામાં આવ્યું નથી કે અનિલ અંબાણી જૂથે લીઝ પર કઈ સંપત્તિ આપી છે. આ અંગે મુકેશ અંબાણીના રિલાયન્સ ગ્રુપને મોકલેલા ઈ-મેઇલનો કોઈ જવાબ મળ્યો નથી.

મુકેશનો આભાર માન્યો

નોંધપાત્ર વાત એ છે કે, માર્ચ 2019 માં, અનિલ અંબાણી એરિક્સનના બાકી કેસમાં જેલમાં જવાની નોબત આવી હતી. ત્યારબાદ 18 માર્ચે રિલાયન્સ કમ્યુનિકેશને એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે તેણે સ્વીડિશ કંપની એરિક્સનનું દેવું ચૂકવ્યું છે. આ નિવેદનમાં, અનિલ અંબાણીએ તેમના ભાઈ મુકેશ અંબાણી અને ભાભી નીતા અંબાણીને પણ આ વાતનો આભાર માન્યો કે તેઓ આવા સંકટ સમયે તેઓની સાથે ઉભા રહ્યા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

શું તમારા લાઈસન્સ કે આરસીબુકની વેલીડીટી પૂર્ણ થઈ ગઈ છે તો જલ્દી કરો આ છે છેલ્લી તારીખ, પછી રહી જશો!

pratik shah

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

લગ્નમાં પહોંચ્યો કન્યાનો એક્સ, પછી જે બન્યું તે જોતા જ રહી જશો આપ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!