GSTV
Home » News » ટાઇમનાં 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં 3 ભારતીયો, મુકેશ અંબાણી, અરૂંધતી કાત્જુ અને મેનાક ગુરસ્વામીનું નામ

ટાઇમનાં 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં 3 ભારતીયો, મુકેશ અંબાણી, અરૂંધતી કાત્જુ અને મેનાક ગુરસ્વામીનું નામ

ટાઇમ મેગેઝીને દુનિયાનાં  100 પ્રભાવશાળી લોકોની યાદી તૈયાર કરી છે.જેમાં ત્રણ ભારતીયોને સ્થાન મળ્યું છે. આ યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ચેરમેન મુકેશ અંબાણી,ભારતમાં એલજીબીટીક્યુ સમુદાય માટે લડત ચલાવતા જાણીતા વકીલ અરૂંધતી કાત્જુ, અને મેનકા ગુરૂસ્વામીનો સમાવેશ થયો છે.

ટાઇમ મેગેઝીને 2019નાં 100 પ્રભાવશાળી લોકોની યાદી બહાર પાડી હતી. જેમાં નેતા,કલાકારો,દિગ્ગજ હસ્તીઓ અને આઇકન શામેલ હતાં.

આ યાદીમાં ભારતીય-અમેરિકન કોમેડિયન અને ટીવી હોસ્ટ હસન મિનહાજ,અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ,પોપ ફ્રાન્સિસ,ચીનનાં રાષ્ટ્રપતિ શી જીનપીંગ, પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાન,ગોલ્ફ ખેલાડી ટાઇગર વુડ્સ અને ફેસબુકનાં સંસ્થાપક માર્ક ઝુકરબર્ગને સ્થાન આપવામાં આવ્યું છે.

ટાઇમ-100 માટે મુકેશ અંબાણીની પ્રોફાઇલ મહિન્દ્રા ગૃપનાં ચેરમેન આનંદ મહિન્દ્રાએ લખી હતી. મહિન્દ્રાએ જણાંવ્યું કે,અંબાણીનાં પિતા ધીરૂભાઇ અંબાણી ભારતીય ઉદ્યોગ જગતમાં એક દૂરદર્શી ઉદ્યોગપતિ તરીકે ઓળખવામાં આવે છે.જો કે મુકેશ અંબાણીનો દ્રષ્ટીકોણ તેનાં પિતાની તુલનાએ અધિક મહત્વાકાંક્ષી છે.

બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ કાત્જુ અને ગુરૂસ્વામીની પ્રોફાઇલસમાં લખ્યું છે કે બન્ને મહિલાઓએ ભારતમાં LGBTQ સમુદાય માટે સમાન અધિકાર સુનિશ્ચિત કરવા માટે ચાલતી લડાઇનું નેતૃત્વ કર્યુ.

ટાઇમની યાદીમાં યુએસ ઓપન વિજેતા નાઓમી ઓસાકા,ઓસ્કાર વિજેતા રામી માલેક,,બરાક ઓબામાની પત્ની મિશેલ ઓબામા,દક્ષિણ આફ્રિકાનાં રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા,ઓસ્કર વિજેતા સીંગર લેડી ગાગ તેમજ અબુધાબીનાં શહેઝાદા મોહંમદ બિન ઝાયેદ સહિત અનેક હસ્તીઓ શામેલ છે.

READ ALSO

Related posts

હાઉડી મોદી: PAK પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આતંક મુદ્દે નિર્ણાયક સમય, ટ્રમ્પનો સંપૂર્ણ સાથ

Riyaz Parmar

ઇસ્લામિક આંતક સામે લડવા માટે બન્ને દેશો તૈયાર, અમારી સરહદોની સુરક્ષા માટે કટીબદ્ધ

Riyaz Parmar

હિન્દુસ્તાની રંગમાં રંગાયુ હ્યુસ્ટન, હાઉડી મોદીમાં દેખાઈ મિની ઈન્ડિયાની ઝલક

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!