GSTV
Home » News » ટાઇમ્સની 100 પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીઃ મુકેશ અંબાણી સહિત 3 વ્યક્તિઓને મળ્યું સ્થાન

ટાઇમ્સની 100 પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીઃ મુકેશ અંબાણી સહિત 3 વ્યક્તિઓને મળ્યું સ્થાન

ટાઇમ મેગેઝિનના દુનિયાના સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં ત્રણ ભારતીયોએ સ્થાન મેળવ્યું છે. જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, ભારતમાં LGBT (લેસ્બિયન, ગે, બાયોસેક્સુઅલ અને ટ્રાન્સજેન્ડર) સમૂહઓના હક માટે લડનાર વકીલ અરુંધતિ કાટજૂ અને મેનકા ગુરુસ્વામીનો સમાવેશ થાય છે.

ટાઇમ મેગેઝિનની 2019ની ટોપ-100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદી આજે જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં અગ્રણી નેતાઓ, કલાકારો, દિગ્ગજો અને આઇકન સામલે છે. આ યાદીમાં ભારતીય- અમેરિકન કોમેડિટન અને ટીવી હોસ્ટ હસન મિનહાઝ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, પોપ ફ્રાન્સિસ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન, ગોલ્ફ ખેલાડી ટાઇગર વુડ્સ અને ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગે સ્થાન મેળવ્યું છે.

ટાઇમ-100ની માટે મુકેશ અંબાણીની પ્રોફાઇલ મહિન્દ્ર ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ લખી છે. આનંદ મહિન્દ્રાએ લખ્યું છે કે, મુકેશ અંબાણીના પિતા ધીરુભાઇ અંબાણી ભારતીય ઉદ્યોગ જગતના એક દુરંદર્શી ઉદ્યોગપતિના સ્વરૂપમાં જાણીતા છે, પરંતુ મુકેશ અંબાણીનો દ્રષ્ટિકોણ તેમના પિતાની તુલનાએ વધારે મહત્વકાંક્ષી છે. તેઓ પોતાના દરેક ક્ષણની શરૂઆત તેમના પિતાના આશીર્વાદથી કરે છે. રિલાયન્સ જિઓ મોબાઇલ ડેટા નેટવર્કનો દાયરો ‘કોઇ પણ પરિમાણથી આકર્ષક છે.’ ભારતના 28 કરોડથી વધારે લોકો પહેલાંથી જ ઓછા ખર્ચવાળા 4G નેટવર્ક સાથે જોડાઇ ગયા છે. 

તો બોલિવુડની હિરોઇન પ્રિયંકા ચોપરાએ અરુંધતિ કાટજુ અને મેનકા ગુરુસ્વામીની પ્રોફાઇલ લખી છે. તેમાં લખ્યું છે કે, આ બંને મહિલાઓએ ભારતમાં LGBT સમુદાયની માટે સમાન અધિકાર સુનિશ્ચિત કરવા માટે લડવામાં આવેલી રહેલી લડાઇની આગેવાની લીધી છે અને સમલૈંગિક અરજદારોનું પ્રતિનિધિત્વ કરનાર અગ્રણી વકીલો પૈકીની એક છે. 

ટાઇમની યાદીમાં યુએસ ઓપનના વિજેતા નાઓમી ઔસાકા, ઓસ્કર વિજેતા રામી માલેક, બરાક ઓબામાની પત્ની મિશેલ ઓબામા, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા, ઓસ્કર વિજેતા ગાયિકા લેડી ગાગા, અબુ ધાબીના રાજકુમાર મોહમ્મદ બિન જયાદ સહિત ઘણી વ્યક્તિઓનો સમાવેશ થાય છે.

Read Also

Related posts

શાહ અને સ્મૃતિ જીતતાં ગુજરાતની રાજ્યસભાની 2 સીટો ખાલી પડી, ટૂંક સમયમાં યોજાશે ચૂંટણી

NIsha Patel

ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હોવા છતાં નીતિન ગડકરીની કઈ ઈચ્છા અધૂરી ?

Mayur

મુરલી મનોહર જોશી: ભાજપે જે ઝાડ આવ્યું હતું તેના પર હવે મીઠાં ફળ આવશે

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!