GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

મુકેશ અંબાણીની સંપત્તિમાં પ્રતિ સેકન્ડે 8.74 લાખ રૂપિયાનો થયો વધારો, 5 દિવસમાં કમાઈ લીધા 400 અરબ રૂપિયા

ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી વિશ્વના ટોચના 5 ધનિક લોકોમાં જોડાવાની તૈયારીમાં છે. દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ) ના ચેરમેન મુકેશ અંબાણી હાલમાં બ્લૂમબર્ગના અબજોપતિ સૂચકાંકમાં છઠ્ઠા ક્રમે છે. અંબાણીની હાલની નેટવર્થ – સંપત્તિ ખૂબ જ ઝડપથી વધી છે.

મંગળવારે તેમની કુલ સંપત્તિ 72.4 અબજ ડોલર પર પહોં

9 જુલાઈએ તેમની કુલ સંપત્તિ 67.4 અબજ ડોલર હતી અને તે જાણીતા અમેરિકન રોકાણકાર વોરન બફેટથી એક સ્થાન નીચે 9 મા સ્થાન પર હતા. પરંતુ મંગળવારે તેમની કુલ સંપત્તિ 72.4 અબજ ડોલર પર પહોંચી ગઈ છે. એટલે કે, આ સમય દરમિયાન, અંબાણીની સંપત્તિ પ્રતિ સેકંડમાં 8.74 લાખના દરે વધી છે. આ આરઆઈએલના શેરમાં વધારાને કારણે થયું હતું. છેલ્લા પાંચ દિવસમાં કંપનીનો શેર 5 ટકા વધ્યો છે. આનાથી કંપનીની માર્કેટ કેપિટલાઇઝેશન 12 લાખ કરોડ રૂપિયાથી વધુની થઈ છે. આરઆઇએલ આ સિદ્ધિ હાંસલ કરનાર દેશની પ્રથમ કંપની છે.

વોરેન બફેટને પાછળ રાખી 7 મા ક્રમે પહોંચી ગયા હતા

મુકેશ અંબાણીના રિલાયન્સ શેરોમાં થયેલા વધારાથી મુકેશ અંબાણીને તો ફાયદો થયો જ છે એટલું નહીં, પંરતુ અમેરિકી શેરબજારમાં આવેલા ઘટાડાથી પણ તેમને ફાયદો થયો. આ ઘટાડાના પરિણામે ગૂગલના સહ-સ્થાપક લૈરી પેજની સંપત્તિ 71.6 અબજ ડોલર પર આવી ગઈ છે. ગૂગલના ફાઉન્ડર સર્ગેઈ બ્રીન ની સંપત્તિ 69.4 અબજ ડોલર પર પહોંચી ગયી છે. ટેસ્લાની એલન મસ્ક પણ મુકેશ અંબાણીની પાછળ છે. એટલું જ નહીં, ગયા અઠવાડિયે જ મુકેશ અંબાણીએ બર્કશાયર હેથવેના સીઈઓ અને વિશ્વના સૌથી મોટા રોકાણકાર વોરેન બફેટને માત આપીને આ યાદીમાં સાતમો ક્રમ મેળવ્યો હતો.

રોકાણોથી અંબાણીએ 1,18,000 કરોડ રૂપિયાની કમાણી કરી

ચાલુ વર્ષની શરૂઆતના મહિનાઓમાં બિઝનેસમાં નબળાઈ આવ્યા પછી મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં સતત વૃદ્ધિ જોવા મળી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જિયો પ્લેટફોર્મમાં એક પછી એક 13 રોકાણકારોએ રોકાણ કર્યું છે જેમાં ફેસબુક પણ સામેલ છે. આ રોકાણોથી અંબાણીએ 1,18,000 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ રોકાણ સોમવારની તેજીનું કારણ પણ હતું, કારણ કે એકલા રવિવારે જ 13 મા રોકાણકાર ક્યુઅલકોમ વેન્ચર્સે ( Qualcomm Ventures) જિઓ પ્લેટફોર્મ્સમાં 0.15 ટકા હિસ્સો ખરીદ્યો છે અને 730 કરોડના રોકાણની જાહેરાત કરી છે.

READ ALSO

Related posts

મહિંદા રાજપક્ષે ચોથીવાર બન્યા શ્રીલંકાનાં પ્રધાનમંત્રી, બૌદ્ધ મંદિરમાં લીધા શપથ

Mansi Patel

OMG! પાણીપુરી ખાતા-ખાતા લારીવાળાને દિલ દઈ બેઠી યુવતી, તક જોઈ તેની સાથે થઈ ગઈ ફરાર

Ankita Trada

અમરેલીમાં મેઘરાજાએ વરસાવી મહેર, જિલ્લામાં સિઝનનો ૯૫.૮૦ ટકા વરસાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!