GSTV

Video: આ શું? પારસ છાબડાને છોડી આ શખ્સ સાથે રોમેન્ટિક થઇ જસલીન મથારુ! જોતજોતામાં તો…

બિગ બૉસ બાદ પારસ છાબડા અને શહેનાઝ ગિલ કલર્સ પર પ્રસારિત થઇ રહેલા શૉ ‘મુજસે શાદી કરોગે’થી દર્શકોનું મનોરંજન કરી રહ્યાં છે. શૉમાં બંને પોત-પોતાના માટે યોગ્ય પાર્ટનરની તલાશ કરી રહ્યાં છે. શૉમાં આજકાલ કન્ટેસ્ટન્ટ્સ પારસ અને શહેનાઝનું દિલ જીતવા માટે મજેદાર ટાસ્ક કરતા નજરે આવી રહ્યાં છે.

આ શૉમાં બિગ બૉસની એક્સ કન્ટેસ્ટન્ટ જસલીન મથારૂ પણ હિસ્સો લઇ રહી છે. આજકાલ જસલીનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલી છે. જેમાં તે પારસ છાબડા નહી પરંતુ શહેનાઝ ગિલના ભાઇ સાથે રોમેન્ટિક ડાન્સ કરતી નજરે આવી રહી છે. જો કે શરૂઆતમાં બંને ડાન્સ કરવામાં થોડા અસહજ લાગી રહ્યા છે પરંતુ પછીથી સાથે કમ્ફર્ટેબલ થઇ જાય છે. જે સમયે આ બંને ડાન્સ કરી રહ્યાં હોય છે તે સમયે પારસ પણ ત્યાં જ હાજર હોય છે.

જણાવી દઇએ કે તાજેતરમાં ભજન ગાયક અનુપ જલોટાએ જસલીનની પારસ સાથે નજદીકીયો પર રિએક્શન આપ્યુ હતુ. એક ઇન્ટરવ્યુમાં પારસ છાબડાની કોન્ટ્રોવર્સીથી ભરપૂર લાઇફ વિશે કમેન્ટ કરતાં અનુપ જલોટાએ કહ્યું હતું કે તેને નથી લાગતું કે પારસ, જસલીન માટે યોગ્ય સાબિત થશે.

View this post on Instagram

😂❤️🙉 #Mujhse Shaadi Karoge…

A post shared by Jasleen Matharu (@jasleenmatharu) on

એક ઇન્ટરવ્યુમાં અનુપ જલોટાએ કહ્યું, મને નથી લાગતું કે તે જસલીન માટે સારો છોકરો છો. જો તે પોતાની બે રિલેશનશીપ વિશે રિયાલીટી શૉમાં સ્પષ્ટરૂપે સ્વીકાર કરી રહ્યો હતો, તો મને નથી લાગતું કે જસલીને તેની સાથે લગ્ન કરવાનો વિચાર કરવો જોઇએ. તેમણે વધુમાં જણાવ્યું કે, તેનો પાર્ટનર મારા જેવો હોવો જોઇએ, જે વ્યવહારમાં નરમ અને પોતાના કામને પ્રેમ કરે. જે પોતાની પત્નીનું સન્માન જાળવે અને તેને પોતાના જેવુ મહેસૂસ કરે.

જણાવી દઇએ કે બિગ બૉસ 12માં જસલીન મથારુ ખૂબ જ ચર્ચામાં રહી હતી. શૉ પૂરો થયા બાદ જસલીન જાણે કે ગાયબ જ થઇ ગઇ. હવે મુજસે શાદી કરોગેમાં જસલીનની એન્ટ્રી તેના કરિયર માટે એક નવો વળાંક સાબિત થઇ શકે છે. બિગ બૉસમાં જસલીને પોતાના ગુરુ ભજન સમ્રાટ અનુપ જલોટા સાથે એન્ટ્રી કરી હતી. પ્રીમિયરના દિવસે જસલીને મોટો ખુલાસો કર્યો હતો. જસલીન મથારૂએ અનુપ જલોટા સાથે અફેરની વાત કહી હતી. કારણ કે બંને વચ્ચે ઉંમરનું ઘણું અંતર છે. તેથી બંનેના રિલેશનશિપની ખબરે સૌકોઇને ચોંકવ્યા હતાં.

જો કે બિગ બૉસ હાઉસમાંથી બહાર આવ્યા બાદ બંનેએ આવા કોઇ રિલેશનમાં હોવાની વાત નકારી કાઢી હતી. તેમણે જણાવ્યું કે તે ફિઝિકલી રિલેશનશિપમાં નથી. પરંતુ તેમની મ્યુઝિકલ રિલેશનશીપ છે. જસલીન મથારુ અને અનુપ જલોટાની રિલેશનશિપ ફેક હતી. તે ફક્ત એક પબ્લિસીટી સ્ટંટ હતો. અનુપ જલોટાના કારણે જસલીન મથારુને લાઇમલાઇટમાં આવવાની તક મળી. હવે જોવુ રહ્યું કે પારસના શૉમાં જસલીનના કરિયરને કેટલી સ્પીડ મળે છે.

Read Also

Related posts

લોકડાઉનમાં પોલીસ સાથે રમત રમવી યુવકને પડી ભારે, પોલીસના લોગો વાળું ટી શર્ટ પણ આવ્યું કામ

Nilesh Jethva

ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓએ લોકડાઉનના ઉડાડ્યા લીરેલીરા, પોલીસે કરી કાર્યવાહી

Nilesh Jethva

Lockdown તોડીને બહાર નિકળ્યા તો કોઈ નાની મોટી સજા નહીં થશે આટલા વર્ષોની જેલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!