GSTV
Home » News » મોહમ્મદ ગૌરીએ પણ ચલણમાં બહાર પાડ્યો હતો માં લક્ષ્મીની તસવીર વાળો સિક્કો, શું હતું કારણ?

મોહમ્મદ ગૌરીએ પણ ચલણમાં બહાર પાડ્યો હતો માં લક્ષ્મીની તસવીર વાળો સિક્કો, શું હતું કારણ?

ભારતમાં સિક્કાઓનો પણ બહુ લાંબો ઈતિહાસ છે. મુસ્લિમ શાસકોથી લઈને અંગ્રેજો બધાંએ પોતપોતાના સિક્કા ચલાવ્યા છે, તો ચલણમાં પોતાની પસંદ અનુસારની મુદ્રાઓ પણ વિકસાવી છે. આ ઈતિહાસમાં મોહમ્મદ ગૌરી દ્વારા ચલાવવામાં આવેલ માતા લક્ષ્મીની તસવીર વાળા સિક્કાનો પણ સમાવેશ થાય છે. તો અકબરે સિયા રામની તસવીર વાળા સિક્કા બનાવડાવ્યા હતા. અહીં જુઓ આ સિક્કાઓ પાછળનો આખો ઇતિહાસ.

દિલ્હીના ઈતિહાસકાર નલિન ચૌહાણ તેમની કૉલમ દિલ્હી કે અનજાતે ઈતિહાસ કે ખોજીમાં લખે છે કે, ગૌરીના એક સિક્કામાં એક તરફ માતા લક્ષ્મી બેઠાં છે તો બીજી તરફ દેવનાગરીમાં મુહમ્મદ બિન સામ છે, આ સિક્કો દિલ્હીમાં ભારતીય પુરાતત્વ વિભાગના સંગ્રહાલયમાં સુરક્ષિત છે, જેનું વજન 4.2 ગ્રામ છે.

હિંદુ શાસકોએ શરૂ કર્યું ચલણ

તેમણે લખ્યું છે કે, દિલ્હીમાં ગૌરી કાળના સિક્કા પર પૃથ્વીરાજના શાસનવાળા હિંદુ દેવી-દેવતાઓનાં પ્રતીક ચિન્હો અને દેવનાગરીને યથાવત રાખવામાં આવ્યાં. ગૌરીએ દિલ્હીમાં પગ જામ્યા ત્યાં સુધી પૃત્વીરાજ ચૌહાણના સમયમાં પ્રચલિત પ્રશાસકીય માન્યતાઓમાં પણ વિશેષ પરિવર્તન ન કર્યાં. આ જ કારણે હિંદુ સિક્કાઓમાં પ્રચલિત ચિત્ર આંકન પરંપરાના અનુરૂપ, આ સિક્કાઓમાં પણ લક્ષ્મી અને વૃષ્ભ-ઘોડેસવાર અંકિત હતા.

આ પાછળનું કારણ જણાવતાં તેઓ લખે છે કે, ગૌરીએ હિન્દુ જનતાના નવી મુદ્રાના ચલણને ન સ્વિકારવાના રણનીતિક ઉપાય રૂપે હિંદુ શાસકો, ચૌહાણ અને તોમર વંશોના સિક્કાઓનું ચલણા ચાલું રાખ્યું. એ સમયે પણ હિંદી ભાષા, જનતાની ભાષા હતી અને ગૌરીએ પોતાના શાસનની સફળતા માટે ભાષાનો આશ્રય લેવા ઇચ્છતો હતો. તે હિંદુ જનતાને વિશ્વાસ અપાવવા ઇચ્છતો હતો કે, આ માત્ર વ્યવસ્થાનું જ સ્થાનાંતરણ છે. જોકે પછીથી શાસનકાળમાં ઘણા બદલાવ આવતા રહ્યા.

સાંપ્રદાયિક સૌહાર્દની પહેલ

વધુમાં તેઓ જણાવે છે કે, અકબરે પણ આવો જ પ્રયત્ન અકર્યો હતો, અકબરે તેના શાસનકાળમાં રામ સિયા નામ પર એક સિક્કો બહાર પાડ્યો હતો. આ સિક્કા પર રામ અને સીતાની તસવીરો અંકિત હતી, તો બીજી તરફ કલમા અંકિત કરવામાં આવી હતી. ઈતિહાસકાર ઈરફાન હબીબ આ આ સિક્કા જેવી કેટલીક બાબતોના આધારે અકબરને સાંપ્રદાયિક સૌહાર્દ વધારનારા શાસક જણાવે છે.

ઈતિહાસકાર જણાવે છે કે, ભારતીય જનતા સાથેના સંબંધો મજબૂર કરવા માટે આવી શરૂઆત ઈન્ડો યૂનાની શાસકોના સમયમાં થવા લાગી હતી. તેમણે બુદ્ધ, શિવ અને કૃષ્ણની તસવીરો વાળા ઘણા સિક્કા બહાર પાડ્યા હતા, જેને હેરાક્લીઝ જેના યૂનાની નામોથી તેઓ સંબોધિત કરતા હતા. જેમાં કૃષાણ વંશના શાસક કનિષ્કના સોનાના સિક્કા પણ બહુ ચર્ચામાં રહ્યા હતા.

Read also:

Related posts

યુવતી સાથે ગુજરાત ભાજપના નેતાનો વીડિયો વાયરલ, ટ્રમ્પની મુલાકાત સમયે કાંડ ચર્ચામાં

Karan

1 એપ્રિલથી બદલાઇ રહ્યાં છે આ 4 મોટા નિયમો, જાણી લો નહીંતર ભરાશો

Bansari

મિત્ર મોદી સાથે જગત જમાદારની મોટેરામાં મહામુલાકાત : નમસ્તે ટ્રમ્પ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!