GSTV
Home » News » જિન્હા અલગ દેશ ઇચ્છતા નહોતા, નહેરૂ અને સરદારના કારણે પાકિસ્તાન બન્યુ

જિન્હા અલગ દેશ ઇચ્છતા નહોતા, નહેરૂ અને સરદારના કારણે પાકિસ્તાન બન્યુ

farooq abdullah

અંટશંટ નિવેદનબાજી કરી રહેલા નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લાનો ઝીણા પ્રેમ ઉછાળા મારી રહ્યો છે. વિવાદીત નિવેદનબાજીની કડીમાં ફારુક અબ્દુલ્લાએ ભારત વિભાજનની નવી થિયરી આપતા કહ્યુ છે કે મહોમ્મદ અલી ઝીણનાને કારણે નહીં. પણ જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભાઈ પટેલ અને મૌલાના અબ્દુલ કલામ આઝાદને કારણે પાકિસ્તાન બન્યું. ફારુક અબ્દુલ્લાનો સૌથી વધુ આશ્ચર્યજનક અને દરેક ભારતીયો માટે આઘાતજનક દાવો છે કે ઝીણ મુસ્લિમો માટે અલગ દેશ ન હતા ઈચ્છતા.

જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ફારુક અબ્દુલ્લાના નિવેદનો પર તેમની ઢળતી ઉંમરની ઘણી અસર દેખાઈ રહી છે. પીઓકેને લઈને ભૂતકાળની નિવેદનબાજીઓને જોતા ફારુક અબ્દુલ્લાની નવી થિયરી વધારે વિવાદ પેદા કરનારી છે. પાકિસ્તાનના સર્જક મહોમ્મદ અલી ઝીણા માટેનો પ્રેમ ફારુક અબ્દુલ્લાની થિયરીમાં છલકતો દેખાઈ રહ્યો છે. એક કાર્યક્રમમાં ફારુક અબ્દુલ્લાએ ધડ-માથા વગરનો દાવો કર્યો છે કે મહોમ્મદ અલી ઝીણા અલગ દેશ ઈચ્છતા ન હતા. પરંતુ ભારતીય નેતાઓ તરફથી મુસ્લિમો અને શીખોને દેશમાં લઘુમતીનો દરજ્જો આપવાનો ઈન્કાર કરાયા બાદ અલગ દેશ બન્યો.

ફારુક અબ્દુલ્લાએ દાવો કર્યો છે કે ઝીણા મુસ્લિમો અને શીખો સહીતની અન્ય લઘુમતીઓને વિશેષ અધિકાર આપવાની તત્કાલિન એક કમિશનની વાત માની હતી. પરંતુ જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ અને સરદાર પટેલે તત્કાલિન કમિશનના પ્રસ્તાવને ઠુકરાવી દીધું હતું અને બાદમાં ઝીણાએ પાકિસ્તાનની માગણી શરૂ કરી હતી.

ફારુક અબ્દુલ્લાએ દાવો કર્યો હતો કે કમિશનમાં ભારતના વિભાજનના સ્થાને મુસ્લિમો માટે અલગથી નેતૃત્વ રાખવાનો નિર્ણય કરાયો હતો. લઘુમતીઓ અને શીખો માટે અલગથી વ્યવસ્થા નક્કી કરવાની વાત પર ઝીણાએ સંમતિ દર્શાવી હતી અને દેશનું વિભાજન નહીં થવા દેવાનું કહેવામાં આવ્યું હતું. કમિશનની આ વાતો નહેરુ, મૌલાના આઝાદ અને સરદાર પટેલને ગળે ઉતરી નહીં. ફારુક અબ્દુલ્લાનો દાવો છે કે આવો પ્રસ્તાવ માની લેવામાં આવ્યો હોત. તો વિભાજન ટાળી શકાય તેમ હતું અને પાકિસ્તાન તથા બાંગ્લાદેશનું અસ્તિત્વ હોત નહીં. ભારતના તમામ મુખ્યપ્રવાહના રાજકીય પક્ષોએ ફારુક અબ્દુલ્લાની આકરી ઝાટકણી કાઢી છે. ભાજપ અને કોંગ્રેસે ફારુક અબ્દુલ્લાને ફરીથી ઈતિહાસ વાંચવાની સલાહ આપી છે.

ભારત વિભાજન એક મોટી ભૂલ હતી. આ ભૂલ કોણે કરી કોના દ્વારા થઈ તેની ચર્ચાઓ ભૂતકાળમાં ખૂબ થઈ ચુકી છે. પરંતુ 1947ના ભાગલા માટે મહોમ્મદ અલી ઝીણા સૌથી વધારે જવાબદાર હોવા બાબતે એક સામાન્ય સંમતિ છે. પાકિસ્તાનના ઈતિહાસકારો ભારત વિભાજન માટે ભારતીય નેતાઓ અને કોંગ્રેસને જવાબદાર ઠેરવવા ઈતિહાસને તોડવા મરોડવાના કામ કરતા રહ્યા છે.

ભારતમાં ઝીણાને સેક્યુલર સાબિત કરવાની કોશિશો ભૂતકાળમાં થઈ ચુકી છે અને તેના માઠા પરિણામો આમ કરનાર નેતાઓને ભોગવવા પડ્યા છે. પરંતુ કદાચ ફારુક અબ્દુલ્લાને આવી નિવેદનબાજી કરતી વખતે આવી કોઈ ચિંતા હોવાનું તેમના નિવેદન પરથી લાગી રહ્યું નથી.

Related posts

અભિનેત્રી મોની રોય ગુલાબી રંગની સાડીમાં લાગી રહી છે એકદમ ખુબસુરત, સ્ટાઈલીશ લુકને કરો ટ્રાય

pratik shah

લગ્નની જાન આવતા પહેલા પોલીસ આવી પહોંચી, પછી થયું એવું કે…

pratik shah

મલાઈકા, અર્જુન, કરિના, આલિયા સાથે અનેક સ્ટાર્સ જોવા મળ્યા કરણ જૌહરના ઘરે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!