GSTV
Gujarat Government Advertisement

મ્યુકરમાઈકોસિસ/ અમદાવાદ અને સુરતમાં 400 કેસ : કોરોના કરતાં પણ ખતરનાક છે રોગ, હવે રોજ વધશે 100 કેસ

Last Updated on May 15, 2021 by Damini Patel

કોરોનાના કેસ જ્યાં થોડા દિવસથી ઘટયા છે ત્યાં હવે મ્યુકરમાઈકોસિસ રોગનું પ્રમાણ વધી રહ્યુ છે અને દિવસેને દિવસે આ રોગના દર્દીઓ વધતા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે દિવસમાં નવા બે વોર્ડ શરૃ કરવા પડયા છે અને હાલ ૩૦૦થી વધુ દર્દીઓ દાખલ છે. જ્યારે સુરત અને વડોદરામાં પણ સતત દર્દીઓની સંખ્યા વધી રહી છે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મ્યુકર માઈકોસિસના દર્દીઓ માટે એક વોર્ડ શરૃ કરાયો હતો અને ધીરે ધીરે દર્દીઓ વધતા બીજો વોર્ડ શરૃ કરવો પડયો હતો. જ્યારે છેલ્લા ચાર દિવસમાં તો એટલા દર્દીઓ વધ્યા છે કે બીજા બે વોર્ડ વધારવા પડયા છે અને હવે કુલ ચાર વોર્ડ થયા છે. હાલ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના ૩૧૦ જેટલા દર્દીઓ દાખલ છે.

દર્દીઓના ઓપરેશન પણ કરવા પડી રહ્યા

બ્લેક

આજે મોડી રાત સુધીમાં છેલ્લા ૨૪થી ૩૦ કલાકમાં નવા ૬૦થી ૭૦ દર્દી ઉમેરાયા છે. જ્યારે રોજના સરેરાશ ૪૦થી ૫૦ દર્દીઓ નવા આવી રહયા છે. કેટલાક ગંભીર દર્દીઓના ઓપરેશનો પણ કરવા પડી રહ્યા છે.

જ્યારે સુરતની સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓ વધતા નવો એક વોર્ડ શરૃ કરવો પડયો છે અને કુલ દર્દીઓ ૧૦૦થી વધુ થઈ ગયા છે. સુરતની સ્મીમેર હોસ્પિટલમાં નવા આજે ૧૫ દર્દીઓ ઉમેરાયા છે.

મ્યુકર માઈકોસિસના દર્દીઓને સારવાર માટે અપાતા ઈન્જેશનની સુરતમાં મોટી ડિમાન્ડ ઉભી થતા હાલ ૨ હજાર ઈન્જેકશનની જરૃર પડી છે. જ્યારે વડોદરામાં નવા ૧૨ દર્દી દાખલ થયા છે અને ૩ દર્દીના મોત થયા છે. રાજકોટમાં ગ્રામ્ય વિસ્તારોમાં મ્યુકરમાઈકોસિસના દર્દીઓ વધતા જિલ્લા આરોગ્ય તંત્રએ ડોક્ટરોની ટીમો દોડતી કરવી પડી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt

પેટ્રોલના સતત ભાવ વધારા બાદ હવે મળી શકે છે રાહત, સરકારે ઓઇલ કંપનીઓ સાથે ગોઠવી બેઠક

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!