GSTV
Gujarat Government Advertisement

ખતરો વધ્યો/ કોરોનાના કહેર વચ્ચે અમદાવાદમાં આ બિમારીએ ઉચક્યું માથુ, રોજ આવી રહ્યાં છે આટલા કેસ

આંંખો

Last Updated on May 5, 2021 by Bansari

કોરોનાનો કેર યથાવત્ છે ત્યાં હવે મ્યુકોરમાઇકોસિસે પણ માથું ઉંચકવાનું શરૃ કરી દીધું છે. અમદાવાદમાં જ છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં યુકોરમાઇકોસિસના દર્દીઓના પ્રમાણમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

કોરોના

દરરોજના સરેરાશ ૩થી વધુ કેસ

અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે હાલમાં ૩૦થી વધુ દર્દીઓ મ્યુકોરમાઇકોસિસની સારવાર હેઠળ છે. હાલમાં અમદાવાદ સિવિલ ખાતે દરરોજના સરેરાશ ૩થી વધુ દર્દીઓ મ્યુકોરમાઇકોસિસની સારવાર માટે આવી રહ્યા છે. દિવાળી બાદ કોરોનાના કેસમાં વધારો થયો ત્યારથી ડિસેમ્બર સુધી મ્યુકોરમાઇકોસિસના ૧૨૫ દર્દીઓને અમદાવાદ સિવિલ ખાતે સારવાર આપવામં આવી હતી. આ પછી ફેબુ્રઆરી સુધી તેના માંડ ૧-૨ દર્દી આવ્યા હતા. પરંતુ છેલ્લા ૧૦ દિવસથી ફરી એકવાર મ્યુકોરમાઇકોસિસના દર્દીઓના પ્રમાણમાં વધારો થયો છે. મ્યુકોરમાઇકોસિસના લક્ષણો જણાતા દર્દીનો સી.ટી-સ્કેન અને એમ.આઇ.આર. કરાવી ઇન્ફેક્શનનું પ્રમાણ ચકાસવામાં આવે છે. આ ઉપરાંત ફંગસનું સેમ્પલ લઇ તેની બાયોપ્સી કરવામાં આવે છે. આ તમામ પ્રક્રિયાના રિપોર્ટના આધારે ફંગસ આંખ, નાક અને મગજ સહિતના શરીરના કયા-કયા ભાગમાં ફેલાઇ ચૂકી છે તેનું નિદાન કરવામાં આવે છે.

કોરોના

આ પ્રકારના દર્દીઓમાં પ્રાથમિક લક્ષણ સાયનસનું ઇન્ફેક્શન

આ અંગે સિવિલ હોસ્પિટલના ડો.  દેવાંગ ગુપ્તાએ જણાવ્યું કે, ‘કોરોના થાય તો વિશેષ કરીને ડાયાબિટિસના દર્દીઓએ ડાયાબિટિસમાં વધારો ન થાય તેની વિશેષ તકેદારી રાખવી જોઇએ. કોરોનાની સારવાર બાદ ખાસ કરીને અનકન્ટ્રોલ્ડ ડાયાબિટિસના દર્દીઓમાં તેનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. તેમણે ખાસ કરીને નેઝલ હાઇજીન એટલે કે શરદી ન થાય તેનું તેમણે ધ્યાન રાખવું જોઇએ. આ પ્રકારના દર્દીઓમાં પ્રાથમિક લક્ષણ સાયનસનું ઇન્ફેક્શન હોય છે. સાયનસનું ઇન્ફેક્શન થાય તો તેમાં ફંગલ ઇન્ફેક્શન થાય અને ત્યારબાદ તે ગતિ પકડે છે. કોરોનાનો દર્દી જ્યારે પણ સારવાર હેઠળ હોય કે સારવારમાંથી બહાર આવ્યો હોય તો શરદી કે સાયનસનું ઇન્ફેક્શન થાય તો તેને હળવાશથી લેવું જોઇએ નહીં. બલ્કે તેણે તુરંત જ એક્સપર્ટની સલાહ લેવી જોઇએ. આ ઉપરાંત દર્દીને ઉપલા જડબામાં દુખવું, ઉપલા જડબાના દાંત એકદમ ઢીલા પડી જવા, આંખ-ગાલની આજુબાજુના ભાગમાં દર્દ થવું, સાયનસના ઇન્ફેક્શન સાથે માથામાં અસહ્ય દુઃખાવો થવો, મોઢાના ભાદમાં સોજો આવવો જેવા કોઇ પણ પ્રકારના લક્ષણ જણાય તો તુરંત ઇએનટી સર્જનનો સંપર્ક કરવો જોઇએ. સામાન્ય રીતે કોરોનાથી સાજા થયાના બેથી ત્રણ સપ્તાહમાં મ્યુકોરમાઇકોસિસ થઇ શકે છે.

Read also

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / હવે વિદેશથી પૈસા મંગાવવા આસાન, સેકન્ડોમાં જ Google ની આ એપ દ્વારા અમેરિકાથી ભારત મની થઇ જશે ટ્રાન્સફર

Dhruv Brahmbhatt

સાવધાન/ Mobile ચાર્જિંગ કરવા માટે ભૂલથી પણ ના કરતા આ ભૂલો, થઈ શકે છે મોટું નુકસાન

Harshad Patel

શું નજારો છે.. સિંગરવા સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટ દર્દીઓની સારવાર છોડી સાહેબ ACમાં ફરમાવતા હતા આરામ, ગ્રામજનોનો ગંભીર આરોપ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!