GSTV

બ્લેક ફંગસનો કહેર: મુંબઈમાં 3 બાળકોએ ગુમાવી આંખો, એક બાળકી થઇ ડાયાબિટીઝનો શિકાર

Last Updated on June 18, 2021 by Pritesh Mehta

કોરોના વાયરસ સંકટ વચ્ચે દેશના જુદા જુદા ભાગમાં બ્લેક ફંગસના કેસ ચિતા વધારી રહ્યા છે. મુંબઈમાં બ્લેક ફંગસનો શિકાર થયેલ ત્રણ બાળકોએ આંખો ગુમાવવાનો વારો આવ્યો છે. મળતી માહિતી મુજબ, ત્રણેય બાળકો કોરોનાથી રિકવર થઇ ગયા હતા પરંતુ બાદમાં તેઓ બ્લેક ફંગસનો શિકાર થયા હતા.

બ્લેક ફંગસ

રિકવરી બાદ જોવા મળ્યા લક્ષણો

મુંબઈના એક ખાનગી હોસ્પિટલમાં આવેલ આ કેસોમાં ત્રણ બાળકોની ઉંમર 4, 6 અને 14 વર્ષ છે. ડોક્ટર્સના જણાવ્યા મુજબ 4 અને 6 વર્ષના બાળકોમાં ડાયાબિટીઝના લક્ષણો નહોતા જયારે 14 વર્ષના બાળકમાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત, એક 16 વર્ષની છોકરી પણ હતી જે કોરોનાથી રિકવર થયા બાદ ડાયાબિટીઝનો શિકાર થઇ હતી. બાળકીના પેટમાં બ્લેક ફંગસ જોવા મળ્યું હતું.

14 વર્ષની બાળકીએ ગુમાવી આંખો

મુંબઈના એક પ્રાયવેટ હોસ્પિટલના ડૉક્ટર સેજલ સેઢના જણાવ્યા મુજબ આ વર્ષે તેમની પાસે બ્લેક ફંગસના 2 કેસ આવ્યા છે. બંને બાળકો કુમળી વયના છે. 14 વર્ષની બાળકી જે ડાયાબિટીઝનો શિકાર થઇ છે તેની સ્થિતિ સારી ન હતી. હોસ્પિટલમાં દાખલ થયાના 48 કલાકની અંદર બાળકીમાં બ્લેક ફંગસના લક્ષણો જોવા મળ્યા હતા.

બાળકી પર હતું જીવનું જોખમ

ડોક્ટરના જણાવ્યા મુજબ બાળકીની આંખો કાઢી નાખવી પડી છે ત્યારબાદ તેને લગભગ 6 સપ્તાહ સુધી દેખરેખ કરવી પડી.સારી વાત એ હતી કે ઇન્ફેક્શન બાળકીના મગજ સુધી નહોતું પહોંચ્યયું પરંતુ તેણે પોતાની દ્રષ્ટિ ગુમાવવી પડી છે.

આંખ ન કાઢતા તો જીવ પર હતું જોખમ

ડોક્ટરે જણાવ્યું કે 16 વર્ષની બાળકીમાં પહેલાથી ડાયાબિટીઝના લક્ષણો નહોતા. પરંતુ કોરોનાથી રિકવર થયા બાદ તેમાં કેટલીક સમસ્યાઓ ઉભી થઇ. બ્લેક ફંગસતેના પેટ સુધી પહોંચી ગયું હતું. જોકે બાદમાં તેને રિકવર કરી દેવામાં આવ્યું હતું. તો, 4 અને 6 ના બાળકોની સારવાર અન્ય એક ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવી હતી. હોસ્પિટલના જણાવ્યા અનુસાર બાળકોની આંખો ન કાઢવામાં આવતી તો તેમનો જીવ બચાવવો ઘણો જ અઘરો હતો.

દેશભરમાં બ્લેક ફંગસના અનેક કેસ

જણાવી દઈએ કે કોરોના સંકટ વચ્ચે બ્લેક ફંગસના હજારો કેસ દેશના જુદા જુદા રાજ્યોમાં સામે આવ્યા છે. એવા અનેક કેસો પણ સામે આવ્યા છે જેમાં દર્દીએ આંખ કે નાક ગુમાવવા પડ્યા હોય અથવા તેમના ચહેરા પર ઘણી ખરાબ અસર થઇ હોય.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

સરહદે તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ડ્રેગનનું નવું કારસ્તાન, ભારતીય નાવિકોના પ્રવેશ પર ‘લુચ્ચા’ ચીનનો અઘોષિત ‘પ્રતિબંધ’

Bansari

IND vs SL / ભારતે શ્રીલંકાને 38 રને હરાવ્યું, ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી: સીરીઝમાં 1-0થી આગળ

Zainul Ansari

વિકાસ / ગુજરાતના આ બે સ્ટેશન બનશે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ, 4 વર્ષના પ્રોજેક્ટ પર રેલ્વે ખર્ચ કરશે 1285 કરોડ રૂપિયા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!