GSTV

SUPER EXCLUSIVE : મ્યૂકરમાઈકોસિસના હજારો લોકોને આપવામાં આવેલા મોંઘાદાટ ઈન્જેક્શનના સેમ્પલ ફેલ, કરોડો રૂપિયાનો ધૂમાડો

Last Updated on July 31, 2021 by Karan

કોરોનામાંથી સાજા થયેલા અનેક લોકોને મ્યુકરમાયકોસીસનો બીમારી થઈ હતી અને લોકોએ પોતાના સ્વજોનો પણ ગુમાવ્યા છે. આ મામલે જીએસટીવી પર સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ભ્રષ્ટાચારના વધુ એક પુરાવા જીએસટીવીને હાથ લાગ્યા છે. હજારો લોકોને આપવામાં આવેલા મોંઘાદાટ લાયપોઝોમલ એમ્ફોટેરેસીન-બી ઇન્જેક્શનના સેમ્પલ ફેલ થયા છે. મ્યૂકોર માઈકોસિસના ઇન્જેક્શનો ન મળતા લોકોએ લાખો રૂપિયા ખર્ચીને મોંઘાદાટ ઇન્જેક્શનો ખરીદીને સ્વજનોને આપ્યા હતા. હવે રાજ્ય સરકારના સેમ્પલમાં આ ઇન્જેક્શન ફેલ ગયા હોવાનો ખુલાસો ખુદ રાજ્ય સરકારે કર્યો છે તો અત્યારસુધી જે દર્દીઓએ આ ઇન્જેક્શનો લીધા એનું શું એ સૌથી મોટો સવાલ છે.

મ્યુકોર

કોરોનાની બીજી લહેર દરમિયાન ગુજરાતમાં મ્યુકરમાઇકોસિસના કેસનો પણ રાફડો ફાટયો હતો. ગુજરાતમાં ૨૮ જુલાઇ સુધી ૬,૮૦૦થી વધુ લોકો મ્યુકર માઇકોસિસની ઝપેટમાં આવી ચૂક્યા છે. સમગ્ર દેશમાં મ્યુકરમાઇકોસિસના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેમાં મહારાષ્ટ્ર ૯૬૫૪ સાથે મોખરે, ગુજરાત બીજા, આંધ્ર પ્રદેશ ૪૨૦૯ સાથે ત્રીજા, તામિલનાડુ ૪૦૭૫ સાથે ચોથા સ્થાને છે. મ્યુકરમાઇકોસિસ અથવા બ્લેક ફંગસને કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર મંત્રાલય દ્વારા ગંભીર રોગની શ્રેણીમાં મૂકવામાં આવ્યો હતો. લોકસભામાં રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર અગાઉથી ડાયાબિટિસ હોય તેવા અથવા સ્ટેરોઇડના પ્રમાણને પગલે મ્યુકર માઇકોસિસના કેસ જોવા મળ્યા હતા. વિશેષ કરીને મે ૨૦૨૧થી મ્યુકરમાઇકોસિસના કેસમાં ધરખમ વધારો નોંધાયો હતો. રાહતની વાત એ છે કે મ્યુકરના કેસમાં હવે સતત ઘટાડો થઇ રહ્યો છે.

રાજ્યમાં કોરોનાની બીજી લહેર અત્યંત આકરી રહી હતી. તેમાંય કોરોનામાંથી સાજા થયેલા અનેક લોકો મ્યુકરમાયકોસીસ બીમારીનો ભોગ બન્યા હતા. મ્યુકરમાઇકોસિસમાં સારવાર માટે ઉપયોગમાં લેવાયેલા એકમાત્ર લાયપોઝોમલ એમ્ફોટેરેસીન-બી ઇન્જેક્શનના સેમ્પલ ફેલ થયા છે.

  • હજારો લોકોને આપવામાં આવેલા મોંઘાદાટ ઈન્જેક્શનના સેમ્પલ ફેલ થયા
  • મ્યુકરમાયકોસીસની સારવારમાં અપાતા લાયપોઝોમલ એમ્ફોટેરેસીન-બી ઈન્જેક્શનના સેમ્પલ ફેલ
  • લાયકા લેબ્સ લિ.કંપનીના લાયપોઝોમલ એમ્ફોટેરેસીન-બી ઈન્જેક્શન ફેલ
  • રાજ્ય સરકારે લાયકા લેબ્સ લિ. પાસેથી કરોડો રૂપિયાના ખર્ચે ખરીદ્યા હતા
  • રૂ.૫,૨૫૦માં વિવિધ સરકારી હોસ્પિટલોમાં થયું હતું વેચાણ
  • ખાનગી હોસ્પિટલોમાં પણ સારવાર લઈ રહેલા દર્દીઓને અપાયા હતા ઈન્જેક્શન
  • આ ઈન્જેક્શન ફેલ થયા હોવાની માહિતી રાજ્ય સરકારે જ બહાર પાડી
  • ફÙડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલની ઝડપથી તપાસ કરી હોત તો અનેકના જીવ બચ્યા હોત

રાજ્ય સરકારે લાયકા લેબ્સ લિમિટેડ પાસેથી કરોડો રૂપિયાના ખર્ચે ઇન્જેક્શનની ખરીદી કરી હતી. અને તે ઇન્જેક્શન વિવિધ સરકારી હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા હજારો દર્દીઓને આપવામાં આવ્યા. રૂપિયા 5,250 રાજ્ય સરકાર દ્વારા વિવિધ સરકારી હોસ્પિટલોમાંથી આ ઈન્જેક્શનનું વેચાણ કરવામાં આવ્યું હતું.  

સરકારના જીએમએસસીએલ એટલે કે ગુજરાત મેડિકલ કોર્પોરેશન લિમિટેડે આ ઇન્જેક્શન ખરીદ્યા હતા. એટલું જ નહીં જીએમએસસીએલ દ્વારા ખરીદવામાં આવેલી અનેક દવાઓના સેમ્પલ પણ ફેલ થઈ રહ્યા છે. ત્યારે વધુ એક વખત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની નિષ્ક્રિય કામગીરી સામે આવી છે. લાયકા લેબ્સ લિમિટેડ કંપનીના લાયપોઝોમલ એમ્ફોટેરેસીન-બી ઇન્જેક્શન ફેલ થયા હોવાની માહિતી રાજ્ય સરકારે જ સરકારની Xln.Gujarat.gov.in. ઉપર દવાઓના સેમ્પલ ફેલ થયા હોવાની આપવામાં આવી.  

ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે યોગ્ય સેમ્પલની ઝડપથી તપાસ કરી હોત તો અનેક લોકોના જીવ બચ્યા હોત. દવા મેન્યુફેકચર કરતી કંપનીઓ દવાઓની ગુણવત્તા ચેક કરવાનું કામ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગનું હોય છે. પરંતુ આપણે ત્યાં ઉલટી ગંગા વહે છે. દર્દીઓ માટે જે દવાનો વપરાશ થઈ જાય પછી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો રિપોર્ટ આવે છે.

સળગતા સવાલ

  • લાયપોઝોમલ એમ્ફોટેરેસીન-બી ઈન્જેક્શન ફેલ છે તેની પહેલા કેમ તપાસ ન થઈ?
  • ફÙડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલની ઝડપથી તપાસ કેમ ન કરી?
  • મ્યુકરમાઈકોસિસના જે દર્દીઆે ભોગ બન્યા તેના માટે કોણ જવાબદાર?
  • સબ સ્ટાન્ડર્ડ દવાઆે કેમ કોઈપણ ચકાસણી વગર ખરીદાય છે?
  • દવાઆેના વેચાણ અને તેના ઉપયોગ પછી જ કેમ ફÙડ એન્ડ ડ્રગ્સ વિભાગ જાગે છે?
  • ક્યાં સુધી લાંચિયા અધિકારીઓ લોકોને મરવા મજબૂર કરશે

રાજ્ય સરકારે 19મેના દિવસે પરિપત્ર જાહેર કરીને કહ્યું હતું કે લાયકા લેબ્સ લિમિટેડના લાયપોઝોમલ એમ્ફોટેરેસીન-બી ઇન્જેક્શન સરકાર દ્વારા આપવામાં આવશે. રાજ્ય સરકારે પાંચ હજારથી વધુ રૂપિયા લઈ અનેક દર્દીઓને ઈન્જેક્શન વેચ્યા છે.

મ્યુકોર

ગુજરાતમાં કોરોનાના સરેરાશ ૧ હજાર દર્દીમાંથી ૧૩ વ્યક્તિ મ્યુકરમાઇકોસિસની ઝપેટમાં આવી ચૂકી છે. જેની સરખામણીએ કોરાનાના પ્રતિ ૧ હજાર કેસમાંથી રાજસ્થાનમાં ૧૦, તેલંગાણામાં ૮, મધ્ય પ્રદેશમાં ૫ અને આંધ્ર પ્રદેશમાં ૪ વ્યક્તિ મ્યુકરમાઇકોસિસમાં સપડાઇ છે. આમ, કોરોનાના ૧ હજાર દર્દીએ મ્યુકરના સૌથી વધુ કેસમાં ગુજરાત મોખરે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ડ્રગ્સ મામલે મોટા ખુલાસા/ નશાનો વેપાર કરવા માટે અપનાવતા હતા આ તરીકે, 8 લોકોની ધરપકડ

Pritesh Mehta

વર્ચસ્વની લડાઈ / આ બિઝનેસમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સામ-સામે, અદાણીએ 1.5 લાખ કરોડનું કરશે રોકાણ

Zainul Ansari

ભાલ પંથકમાં ભારે તબાહી / નદીઓ બની ગાંડીતૂર તો ગામોમાં જવાના રસ્તા થયા બંધ, રાહતની માંગ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!