GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

તબીબી સેવા મોંઘી થવા લાગી છે, સિનિયર સિટીઝન માટે હેલ્થ ઈન્શ્યોન્સ પ્લાન કરાવો આ રીતે

ત્રીસી અને ચાલીસીમાં પહોંચેલી વ્યક્તિને એકમાત્ર ચિંતા હોય તો તે માતાપિતાના આરોગ્યની હોય છે. હાલમાં તબીબી ખર્ચ એટલો વધી ગયો છે કે વ્યક્તિએ તેના માતાપિતા માટે હેલ્થ ઇન્સ્યોરન્સ લીધા વગર છૂટકો નથી. તેની વિગતો અહીં અપાઈ છે.

વ્યક્તિગત પોલિસી કે ફેમિલી ફ્લોટર પ્લાન જ્યારે પણ માબાપ માટે હેલ્થ ઇન્સ્યોરન્સ લેવાની વાત આવે ત્યારે આ સવાલ હંમેશા ઊભો થાય છે કે ફેમિલી ફ્લોટર પ્લાન લેવો કે ઇન્ડિવિડ્યુઅલ પ્લાન લેવો. ઉદ્યોગના નિષ્ણાતોના સૂચન માટે માતાપિતા માટે વ્યક્તિગત હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન લેવો વધારે સારું છે. તેના લીધે તેમનો ક્લેમ અલગ રીતે કરી શકાય છે.

હવે જો તમે તેમનો ફેમિલી ફ્લોટર પ્લાનમાં સમાવેશ કરો તો તમારે તેના માટે ઊંચું પ્રીમિયમ ચૂકવવુ પડી શકે છ. ફેમિલી ફ્લોટર પ્લાન કુટુંબના સૌથી ઉંમરલાયક સભ્યના આધાર તરીકે લેવાતો હોવાથી પ્રીમિયમમાં જંગી વધારો થાય છે. રેગ્યુલર કે સ્પેશ્યલાઇઝડ પ્લાન હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન બને તેટલો વહેલા લઈ લેવો સારો. તમે કામ કરવાનું શરૂ કરો ત્યારે જ તમારા માતાપિતા 60 પર પહોંચે તે પહેલા પોલિસી ખરીદી લો.

જેના લીધે તમારે તેના પર પ્રીમિયમ ઓછું ચૂકવવું પડે. તેમાં પ્રતીક્ષા સમયગાળો પણ તે સમયે હોતો નથી. હેલ્થ પ્લાનમાં ઉંમર વધવાની સાથે પ્રીમિયમ વધે છે. નિષ્ણાત મુજબ તમારી પાસે 55થી 61 વર્ષની વયે પાંચ લાખનું કવચ હોવું જોઈએ. પ્રીમિયમ ડિફરન્સ 40 ટકાથી 55 ટકા હોઈ શકે છે. 55 વર્ષની વયે પાંચ લાખના કવચનું પ્રીમિયમ 16,500થી 18000 આવી શકે જે 61 વર્ષની વયે 27,500થી 30,000 હોય.

આ સિવાય તેમા અગાઉની બીમારીઓ માટેના વેઇટિંગ પીરિયડને ધ્યાનમાં લેવો, જે એકથી ચાર વર્ષનો હોઈ શકે. આ ઉપરાંત કેટલાક પ્લાનમાં એન્જિયોપ્લાસ્ટી અને મોતિયાની સર્જરીની મર્યાદા હોય છે તે ધ્યાનમાં રાખવું. પોલિસીધારકે પોલિસી લેતી વખતે બધું જ જણાવવું. આ પોલિસીમાં પોલિસીધારકે વાર્ષિક વૃદ્ધિનો અંદાજ બાંધવો.

Read Also

Related posts

ઓ બાપ રે, દેશની સૌથી મોટી 6 બેંકોમાં સરકારી ભાગીદારી વેચશે મોદી સરકાર : સંચાલન ખાનગી હાથોમાં જશે

Bansari

ફક્ત 5000 રૂપિયામાં પોસ્ટ ઑફિસ સાથે શરૂ કરો આ બિઝનેસ, થશે ધૂમ કમાણી: આ રીતે કરો અપ્લાય

Bansari

એક વર્ષની નોકરી પછી ગ્રેચ્યુઈટી મળશે, મોદી સરકાર નિયમ બદલવા મક્કમ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!