GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

ખેડૂતો માટે ખરીફ ટેકાના ભાવ થયા જાહેર, એમએસપીમાં 2.1 ટકાથી 12.7 ટકા થયો વધારો

દેશમાં ખેડૂતો માટે થતા ખેતી ખર્ચને ધ્યાને રાખીને મિનિમમ સપોર્ટ પ્રાઈઝ નક્કી કરવામાં આવે છે. દર વર્ષે 17 જેટલી જણસીના ટેકાના ભાવ નક્કી થતા હોય છે. ચાલુ વર્ષે પણ ખરીફ સિઝન માટે ટેકાના ભાવવધારો કરાયો છે. ચાલુ નાણાંકીય વર્ષ વર્ષ 2020-21 માટે હવે ધાન્ય(ડાંગર)નો ટેકાનો ભાવ વધીને 1868 રૂપિયાપ્રતિ ક્વિન્ટલ થયો છે. અને એ ગ્રેડ ધાન્યના 1888 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરાયા છે. જવની એમએસપી 2620 રૂપિયા, બાજરાનો ન્યૂનતમ ભાવ 2150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થયો છે. આ સિવાય રાગી, મગ, મગફળી, સોયાબીન, તલ, કપાસ વગેરેમાં ન્યૂનતમ સમર્થન મૂલ્ય – ટેકાના ભાવમાં વધારો કરાયો છે. કેન્દ્ર સરકારે ગત વર્ષે ખરીફ સિઝનમાં ધાન્યની એમએસપીમાં 3.7 ટકા અર્થાત 65 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધાર્યા હતા. ચાલુ વર્ષે 2.9 ટકા વધારીને 53 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે વધારો કર્યો છે.

તુવેરમાં પ્રતિ ક્વિન્ટલે 200 રૂપિયા વધાર્યા

ખરીફ પાકની એમએસપીમાં 2.1 ટકાથી 12.7 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. બેઠક બાદ કેન્દ્રિય કૃષિ મંત્રીએ કહ્યું કે, સીએસીપીની ભલામણ પર ધાન્યની લાગતના 50 ટકા નફો નકી કરીને તેનો ભાવ નકી કરાયો છે. ખરીફ કઠોળ મુખ્યપાક તુવેરની એમએસપીમાં 200 રૂપિયા અર્થાત 3.7 ટકાનો વધારો કરીને ભાવ 6,000 રૂપિયા, મગની એમએસપીમાં 185 રૂપિયાનો વધારો કરીને ભાવ 5275 રૂપિયા કરાયો છે. સનફ્લાવર સીડ્સની એમએસપીમાં 235 રૂપિયાનો વધારો કરીને ભાવ 5885 રૂપિયા કરાયો છે. તલના ટેકાના ભાવમાં 370 રૂપિયાનો વધારો કરીને ભાવ 6855 રૂપિયા નક્કી કરાયો છે. નાઈઝર સીડ્સના ટેકાના ભાવમાં સૌથી વધારે 755 રૂપિયાનો વધારો કરીને 6695 રૂપિયા કરાયો છે. તેલીબિયાનું ઉત્પાદન જરૂરિયાત કરતાં ઓછું રહેતા દર વર્ષે લગભગ 140થી 150 લાખ ટન ખાદ્યતેલોની આયાત પણ કરવામાં આવે છે.

કપાસના ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 275 રૂપિયાનો થયો વધારો

આ સિવાય કપાસના ટેકાના ભાવમાં 260 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરાયો છે. મિડિયમ સ્ટેપલ કપાસના ટેકાના ભાવમાં 260 રૂપિયા ભાવ વધારો કરીને 5515 રૂપિયા તેમજ લોંગ સ્ટેપલ કપાસની એમએસપીમાં 275 રૂપિયાનો વધારો કરીને ભાવ 5825 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરાયો છે. ગત વર્ષે ટેકાના ભાવમાં 105 અને 100 રૂપિયાનો વધારો કરાયો હતો. મોટા અનાજના ટેકાના ભાવમાં પણ વધારો કરાયો છે. બાજરાનો ટેકાના ભાવમાં 150 રૂપિયાનો વધારો કરીને 2150 રૂપિયા, મકાઈની એમએસપીમાં 90 રૂપિયાનો વધારો કરીને ભાવ 1850 કરવામાં આવ્યો છે. તેમજ રાગીના ટેકાના ભાવમાં 145 રૂપિયા કરાતા ભાવ 3295 તથા જુવારના ટેકાના ભાવમાં 70 રૂપિયાનો વધારો કરીને હાઈબ્રીડમાં 2620 રૂપિયા અને માલદંડી જુવારનો ભાવ 2640 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરાયો છે.

READ ALSO

Related posts

ATMની રાહતો હવે પૂરી : બેન્કો હવે આ બાબતે રૂ.5 થી 20 સુધીનો ચાર્જ વસૂલશે, જાણો આ છે નિયમો

Pravin Makwana

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, લોકોને ઘરમાંથી બહાર ન નિકળવા અપાઈ સૂચના

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!