GSTV

ટેકાના ભાવે મગફળી વેચવામાં ખેડૂતોને નથી કોઈ રસ, APMCમાં ખેડૂતો ન આવતા અધિકારીઓ રાહ જોઈ બેસી રહ્યા

જામનગર એપીએમસી સહિત જીલ્લાના 6 યાર્ડમાં છેલ્લા બે દિવસથી મગફળીની ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં કુલ 52 હજાર ખેડૂતોએ ખરીદી માટે નોંધણી કરાવી છે. પરંતુ પ્રથમ દિવસે એક પણ ખેડૂત મગફળી લઇને હાજર નહીં થતા અધિકારીઓની ટીમ રાહ જોતી બેસી રહી હતી.

મંગળવારે એક હજાર ખેડૂતોને મેસેજ કરી બોલાવવામાં આવ્યા હતા, પરંતુ ફક્ત 35 ખેડૂતો જ હાજર રહ્યા હતા. જામનગર એપીએમસીમાં છેલ્લા 10 દિવસમાં ખુલ્લા બજારમાં થતી હરાજીમાં મગફળીની મબલખ આવકની સામે મહતમ ભાવ ઉપજતા હોવાથી ખેડૂતો ટેકામાં રસ દાખવી રહ્યા નથી. મગફળીનો પ્રતિ મણ રૂપિયા 900 થી 1 હજાર 480 રૂપિયા ભાવ બોલાયો હોવાથી ખેડૂતો ખુલ્લા બજારની હરાજી તરફ વળ્યા છે.

READ ALSO

Related posts

અમદાવાદ શહેરના બગીચા માટે લેવાયો ફરી નિર્ણય, હવે સવાર-સાંજ આટલા કલાક જ ખુલ્લા રહેશે

pratik shah

ઘરમાં સગર્ભા મહિલા હોય તો પરિવારે સૌથી વધારે સાવધાનીની જરૂર, નહીં તો તમે તેમનો જીવ મૂકશે જોખમમાં

Bansari

દેશની તિજોરી ખાલી પણ મોદી માટે 600 કરોડના ખર્ચે નવી ઓફિસ અને ઘર બનશે

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!