GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

મોદી સરકારના આ મંત્રીએ કર્યો દાવો, આ સેક્ટરમાં દેશમાં 11 કરોડથી વધારે નોકરી મળી

મોદી

મોદી સરકારે બીજા કાર્યકાળનું એક વર્ષ પૂર્ણ કર્યું છે, ત્યારે પીએમ મોદીના લોક કલ્યાણ માર્ગ ખાતે આવેલા નિવાસ સ્થાને કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઇ હતી. સરકારના બીજા કાર્યકાળના એક વર્ષ પૂર્ણ થયા બાદ પ્રથમ કેબિનેટ મળી હતી. જેમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. મોદી કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપવામાં આવી. જેમાં ખેડૂતો, ઉદ્યોગોને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે કેબિનેટમાં લેવાયેલા નિર્ણયો અંગે જણાવ્યું કે, MSMEને 20 હજાર કરોડના પ્રસ્તાવને મંજુરી આપી દેવામાં આવી છે. જેનાથી રોજગારીની તકો વધશે.

Corona

બાજરાનો ટેકાનો ભાવ 2150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઇ ગઈ

કેબિનેટના નિર્ણયથી કરોડો ખેડૂતોને પણ લાભ થશે. કેન્દ્રીય કેબિનેટે ખરીફ પાક 2020-21ના 14 પાકોના ટેકાના ભાવમાં વધારો જાહેર કર્યા છે. આ પાકો પર ખેડૂતોને પડતરના 50 થી 83 ટકા વધારે ભાવ મળશે. સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે હવે ધાન્યનું સમર્થન મૂલ્ય વધારીને 1,868 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરી દેવાઇ છે. જવનું સમર્થન મૂલ્ય 2,620 રૂપિયા. બાજરાનો ટેકાનો ભાવ 2150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઇ ગયો છે. તદ્ઉપરાંત રાગી, મગ, મગફળી, સોયાબિન, તલ અને કપાસના ટેકાના ભાવમાં 50 ટકાની વૃદ્ધિ કરવામાં આવી છે. તદ્ઉપરાંત સરકારે ખેતી અને તેને સંલગ્ન કામ માટે ત્રણ લાખ સુધીની ટુંકાગાળાની લોનની ચુકવણીની તારીખ વધારીને 31 ઓગષ્ટ કરી દીધી છે. સાથે જ વ્યાજ મુક્તિ યોજના અંતર્ગત 31 ઓગષ્ટ સુધી જે ખેડૂત પોતાની લોન ચુકવશે તેને 4 ટકા વ્યાજ પર જ લોન ઉપલબ્ધ થશે.

MSME સેક્ટર હાલમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, દેશમાં 6 કરોડ MSME છે. MSMEથી દેશમાં 11 કરોડથી વધારે નોકરી મળી છે. 25 લાખ MSMEનું પુનર્ગઠનની આશા છે. નાના સેક્ટરમાં ટર્નઓવરની મર્યાદા 50 કરોડ કરી દેવામાં આવી છે. MSME સેક્ટર હાલમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. 2 લાખ MSME નવા ફંડથી શરૂ કરવામાં આવશે. નબળા ઉદ્યોગોને ઉગારવા માટે 4 કરોડના ફંડને મંજુરી મળી છે. પીએમ સ્વનિધિ યોજનાથી ફેરિયાઓને મદદ કરવામાં આવશે. ફેરિયાઓને લોન મળશે. કોરોના કાળમાં અર્થવ્યવસ્થાને ધક્કો લાગ્યો છે. જેમાં આ વર્ગ વધારે પ્રભાવિત થયો છે. વડાપ્રધાને તેમની મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો હતો અને સરકાર તે દિશામાં આગળ વધી રહી છે જેનાથી ફેરિયાઓનું જીવન પાટે ચઢી શકે.

READ ALSO

Related posts

અમદાવાદના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં થશે ચાઇનીઝ પ્રોડક્ટનો ઉપયોગ, ચીની કંપની સાથે થયો છે અધધ કરોડનો કોન્ટ્રાક્ટ

Bansari

અનલોક-2 વચ્ચે આ રાજ્યોએ વધાર્યું 31 જુલાઈ સુધી લોકડાઉન, જાણો ક્યાં શહેરોમાં છે સંપૂર્ણપણે લોકડાઉન

Mansi Patel

લદાખ બાદ મિઝોરમમાં ધરતી ભૂકંપથી ધ્રૂજી, 4.6ની તીવ્રતાનો આવ્યો આંચકો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!