૧૨ સાયન્સનુ પરિણામ જાહેર થયા બાદ એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં બીએસસી તથા બીજા વિવિધ કોર્સમાં પ્રવેશ ફોર્મ ભરવાની કાર્યવાહી ૧૬ મેથી શરુ થશે. સાયન્સ ફેકલ્ટીના સૂત્રોના કહેવા પ્રમાણે વિદ્યાર્થીઓ માટે ૧૬ મેથી એમ.એસ.યુનિવર્સિટીની વેબસાઈટ પર પ્રવેશ ફોર્મ ઉપલબ્ધ કરાવાશે.વિદ્યાર્થીઓએ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનુ રહેશે અને ઓનલાઈન જ ફોર્મ સુપરત કરવાનુ રહેશે.આ ઉપરાંત વિષય પસંદગી પણ ઓનલાઈન જ થશે.આ કાર્યવાહી ૧૮ જૂન સુધી ચાલશે.એ પછી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની કામગીરી શરુ થશે.

સાયન્સ ફેકલ્ટીના બીજા કોર્સ બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન, એન્વાર્યન્મેન્ટ સાયન્સ અને સેલ એન્ડ મોલેક્યુલર બાયોલોજીના ફોર્મ પણ આ જ સમયગાળમાં વિદ્યાર્થીઓએ ઓનલાઈન ભરીને સુપરત કરવાના રહેશે.આ તમામ કોર્સમાં પ્રવેશ પરીક્ષા થકી એડમિશન આપવામાં આવે છે અને જુલાઈ મહિનાના પહેલા સપ્તાહમાં તેની ઓફલાઈન પ્રવેશ પરીક્ષા યોજવામાં આવશે.
એમએસસીમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ પણ ૧૬ મેથી ફોર્મ ભરી શકશે અને ૧૮ મે સુધીમાં ઓનલાઈન સુપરત કરી શકશે.તેની પ્રવેશ પરીક્ષા પણ જુલાઈ મહિનાના પહેલા સપ્તાહથી લેવામાં આવશે.

સાયન્સ ફેકલ્ટીના ડીન પ્રો.કટારિયાનુ કહેવુ હતુ કે ,આ વર્ષે મોડામાં મોડા જુલાઈ મહિના છેલ્લા સપ્તાહમાં એફવાયબીએસસીનુ શિક્ષણ કાર્ય શરુ કરી દેવામાં આવશે.વડોદરા-શહેર જિલ્લામાં ૩૯૭૬ વિદ્યાર્થીઓ પાસ થયા છે ત્યારે સાયન્સ ફેકલ્ટીની એફવાયબીએસસીની ગ્રાન્ટેડ બેઠકો પૈકી કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને મેથેમેટિક્સ વિષયની બેઠકો પર પ્રવેશ માટેનુ મેરિટ આ વર્ષે પણ ઉંચુ રહે તેવી શક્યતાઓ છે.
કયા કોર્સમાં એફવાયના વિદ્યાર્થીઓ માટે કેટલી બેઠકો
- બીએસસી (ગ્રાન્ટેડ) ૧૦૨૦
- બીએસસી(પાદરા, હાયરપેમેન્ટ)૪૨૦
- બીસીએ(મેન કેમ્પસ) ૧૨૦
- બીસીએ(પાદરા)૧૨૦
- એન્વાર્યન્મેન્ટ સાયન્સ ૧૨૦
- સીએમબી ૩૫
Read Also
- લોકસેવા કરનારા પૂર્વ ધારાસભ્ય બીપીએલ કાર્ડ પર જીવન ગુજારે છે, વાંચો આ માજી ધારાસભ્યની ખુમારી વિશે
- મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?
- ગાંધીનગરના કોબા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ જિનાલયમાં અલૌકિક ખગોળીય ઘટના
- કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ
- સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ