GSTV

આનંદો/ ગુજરાતમાં ડિફેન્સને લગતો કોર્સ શરુ કરશે આ યુનિવર્સિટી, ડિગ્રી કોર્સથી નવું કેરિયર બનાવવાની યુવાઓને તક

Last Updated on June 12, 2021 by Pritesh Mehta

એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં પરંપરાગત અભ્યાસક્રમોથી અલગ પડતો ડિગ્રી કોર્સ નવા શૈક્ષણિક વર્ષથી શરુ કરવામાં આવશે. આ ડિગ્રી કોર્સને બીએ ઓનર્સ ઈન ડિફેન્સ એન્ડ નેશનલ સિક્યુરિટી સ્ટડીઝ નામ આપવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓ ડિફેન્સ ક્ષેત્રમાં કેરિયર બનાવવા માંગતા હોય તેમના માટે આ કોર્સ ઉપયોગી પૂરવાર થશે.

કોર્સ

આજે સિન્ડિકેટમાં આ કોર્સને ઔપચારિક રીતે મંજૂરી આપવામાં આવી હતી. ૩ વર્ષના ડિગ્રી કોર્સમાં ૬ સેમેસ્ટરમાં કુલ ૩૬ વિષયો ભણાવવામાં આવશે. આ પૈકીના ૩૨ પેપર રાષ્ટ્રીય સુરક્ષા અને સંરક્ષણને લગતા હશે. તમામ વિષયો વિદ્યાર્થીઓ માટે ફરજિયાત હશે. આ કોર્સનું કન્ટેન્ટ તૈયાર કરવા માટે દેશના સંરક્ષણ નિષ્ણાતો પાસે તેમજ આર્ટસ ફેકલ્ટીના અલગ અલગ અધ્યાપકોની મદદ લેવામાં આવી હતી.

કોર્સ સાથે સંકળાયેલા અધ્યાપક ડો.દિલિપ કટારિયાનું કહેવું છે કે, સેલ્ફ ફાઈનાન્સ ધોરણે શરુ થનારા કોર્સની એક વર્ષની ફી ૨૪,૦૦૦ રુપિયા રાખવામાં આવી છે. કોર્સમાં ભારતીય સેનાના નિવૃત્ત અધિકારીઓ પણ વિદ્યાર્થીઓને ભણાવશે. છેલ્લા વર્ષમાં વિદ્યાર્થીઓને ૨૪૦ કલાકની આર્મી ટ્રેનિંગ આપવામાં આવશે.

સંરક્ષણ

તેમના કહેવા પ્રમાણે જે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થઈને દેશની કોઈ પણ સંરક્ષણ પાંખમાં જોડાવા માટે પરીક્ષા આપતા હોય છે તેમના માટે આ કોર્સ પૂર્વ તૈયારી સમાન સાબિત થશે. કોર્સના વિદ્યાર્થીઓને કમ્બાઈન્ડ ડિફેન્સ સર્વિસની પરીક્ષાની તાલીમ પણ આપવામાં આવશે. ગુજરાતના યુવાનોને સંરક્ષણ ક્ષેત્રમાં કેરિયર બનાવવા માટે આ કોર્સ ઉપયોગી પૂરવાર થશે. દેશની સુરક્ષા અને સંરક્ષણ નીતિ પરનો આ ગુજરાતનો પહેલો અભ્યાસક્રમ શરુ થવા જઈ રહ્યો છે. ધો.૧૨નું પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓને તેમાં પ્રવેશ આપવામાં આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

હવામાન: અસહ્ય ઉકળાટ બાદ અમદાવાદમાં ખાબક્યો વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

Pravin Makwana

અફઘાનિસ્તાન/ તાલિબાની આતંકવાદીઓ મહિલાઓ સાથે ખૂબ જ બર્બર વર્તન, 15 વર્ષથી ઉપરની છોકરીઓનું લિસ્ટ બનાવ્યું

Damini Patel

મર્ડર મિસ્ટ્રી: 50 દિવસ બાદ સ્વિટી પટેલ મામલે સચ્ચાઈ સામે આવી, પોલીસ ઈન્સ્પેક્ટરે જ કરાવી હતી હત્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!