GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

Viral Video: ધોનીએ 6 ભાષાઓમાં પૂછ્યા હાલચાલ, વિચાર્યુ પણ નહી હોય જીવાએ આપ્યા એવા જવાબ

ms dhoni baby

આઇપીએલની 12મી સીઝનની પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને સાત વિકેટથી હરાવ્યા બાદ ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની 26 માર્ચે દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. આઇપીએલના બિઝી શિડ્યુલ વચ્ચે ધોની પોતાની લાડલી જીવા સાથે ક્વોલીટી ટાઇમ સ્પેન્ડ કરી રહ્યાં છે.

ધોનીએ જીવાનો એક વીડિયો શેર કર્યો છે જેમાં માસૂમ જીવા એક-બે નહી પૂરી 6 ભાષાઓ તમિલ, બંગાળી,ગુજરાતી, ભોજપુરી, પંજાબી અને ઉર્દુમાં જવાબ આપતી નજરે આવે છે. આ વીડિયોમાં ધોની અલગ-અલગ ભાષાઓમાં જીવાને હાલચાલ પૂછે છે અને તે જ ભાષામાં તે પિતાને જવાબ આપી રહી છે.

ધોનીએ શરૂઆત કરતા તમિલ ભાષાથી અને જીવાએ તમિલમાં જવાબ આપે છે. તે બાદ બંગાળી, ગુજરાતી, ભોજપુરી અને પંજાબીમાં માહી સવાલ પુછે છે. અંતમા ધોની ઉર્દુમાં સવાલ કરે છે પંજાબીમાં ધોનીએ પૂછ્યુ કિદ્દા? જીવા જવાબ આપે છે રે વધિયા, આ રીતે ઘોની ભોજપુરીમાં પુછે છે કે કેસન બા? અને જીવા જવાબ આપે છે કે ઠીકે બા..

આ પ્રથમ વખત નથી તે ધોનએ પુત્રી સાથે આવો વીડિયો શેર કર્યો છે. પહેલા જ ધોની આવા વીડિયો શેર કરતો રહ્યો છે ધોનીએ પુત્રીની સાથે એક વીડિયોમાં ભોજપુરીમાં વાત કરતા દેખાયા હતા. જેને ફેન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. આ વીડિયો અત્યાર સુધી 32 લાખથી વધારે લોકો જોઇ ચૂક્યા છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે.

જણાવી દઇએ કે મહેન્દ્ર સિંહ ધોની મેદાન પર પોતાની ભાવનાઓ ઘણી ઓછી વ્યક્ત કરે છે પરંતુ તે અવારનવાર પોતાની દિકરી જીવા સાથે ટાઇમ સ્પેન્ડ કરતાં નજરે આવે છે અને તેની તસવીરો તથા વીડિયો પમ સોશિયલ મીડિયા પર શેર કરતાં રહે છે.

Read Also

Related posts

રૂપાણી સરકાર એસી બંગ્લાઓમાં બેસી વહિવટ કરવાનું કરે બંધ, આંક છુપાવવા ઘટાડ્યા છે ટેસ્ટિંગ

pratik shah

PM-Kisan Scheme: એક સ્પેલિંગે ખેડૂતોના ડુબાડ્યા 4200 કરોડ રૂપિયા, જાણો કેવી રીતે સુધરશે

Ankita Trada

તમારા પ્રોફાઈલ પિક્ચરનો ઉપયોગ કરીને ડુપ્લિકેટ Facebook IDથી કોઈ પણ છેતરી શકે, આ રીતે બચી શકાશે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!