GSTV
Home » News » MS ધોની ચોથા ક્રમે ઉતરશે, પરંતુ બેટિંગમાં અમે સુગમતા રાખીશું

MS ધોની ચોથા ક્રમે ઉતરશે, પરંતુ બેટિંગમાં અમે સુગમતા રાખીશું

ભારતીય ટીમ મેનેજમેન્ટનો હેતુ વિશ્વ કપ માટે ભલે મહેન્દ્ર સિંહ ધોનીને સંભવિત પાંચમા નંબરે ઉતારવાનો હોય, પરંતુ ચેન્નઈ સુપર કિંગ્સના કોચ સ્ટીફન ફ્લેમિંગે કહ્યું કે તેઓ આઈપીએલમાં ચોથા ક્રમે ઉતરશે. ધોની 10મા વર્ષે ચેન્નઈની આગેવાની કરી રહ્યાં છે, જે ગયા વર્ષે ચેમ્પિયન પણ રહી હતી.

ફ્લેમિંગે કહ્યું, ‘ધોનીએ ગયા વર્ષે ચોથા ક્રમે બેટિંગ કરી, પરંતુ અમે સુગમતા રાખીશું.’ તેમણે કહ્યું, ‘ધોની છેલ્લા 10 મહિનાથી શાનદાર ફોર્મમાં છે. અમારી પાસે કેદાર જાધવના રૂપમાં પણ શ્રેષ્ઠ બેટ્સમેન છે. અમે પોતાની બેટિંગ ક્રમથી ખુશ છીએ. કેદારે ગયા સત્રની પહેલી મેચ ખેંચી, પરંતુ પછી સ્નાયુઓની ઈજાને કારણે છ મહિના સુધી રમી શક્યા નહોતા.

ચેન્નઈ ટીમના મોટાભાગના ખેલાડીઓની ઉંમર ત્રણ વર્ષથી વધુ છે, પરંતુ ફ્લેમિંગે કહ્યું કે માનસિકતાથી સારો તફાવત પેદા થાય છે. તેમણે ગયા વર્ષે વાપસીની સાથે ખિતાબી જીતનો શ્રેય માનસિકતા, ટીમનો માહોલ અને ટીમ સંતુલનને આપ્યું.

તેમણે કહ્યું, ‘જો તમે બીજી ટીમને જુઓ તો તમે પોતાના સારા અને ખરાબ પાસાનું મૂલ્યાંકન કરી શકો છો. દરેક ટીમની પાસે શાનદાર ખેલાડી છે, પરંતુ ફરક માનસિકતા, ટીમનો માહોલ અને મોટી ક્ષણોમાં મેચ જીતવાનો જ છે.’

READ ALSO

Related posts

પ્રધાનમંત્રી ઉમેદવારી પત્ર ભરે તે પહેલા NDAના નેતાઓની બેઠક

Mayur

ચંદ્રયાન-2 મિશનને હવે જુલાઈ સુધી કરવામાં આવ્યું સ્થગિત, આ છે કારણ

Arohi

નીરવ મોદીની વેસ્ટમિંસ્ટર કોર્ટમાં આજે સુનાવણી, જેલમાંથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રજૂ કરાશે

Arohi