ટીમ ઇન્ડિયા મહેમાન શ્રીલંકા સામે પ્રથમ ટેસ્ટ મેચ રમવા માટે કોલકાતા પહોંચી છે જ્યારે બીજી તરફ ટેસ્ટ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ ચૂકેલો ધોની પોતાની પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. હાલમાં જ તેની પત્ની સાક્ષીએ એક વીડિયો ઇનસ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. જેમાં માહી પ્રશંસકોથી બચતો નજર આવ્યો હતો અને તે સમયે તે ફ્લાઇટમાં હતો
આમ તો ધોનીના સંખ્યાબંધ ચાહકો છે. અને તેને જોતા જ લોકો ફોટા માટે તેમજ ઓટો ગ્રાફ લેવા માટે ઘેલા થઈ જાય છે. આથી જ આ વીડિયોમા જોવા મળી રહ્યુ છે કે માહીએ કેવી રીતે બ્લેન્કેટમાં પોતાનો ચહેરો છુપાવી લીધો હતો. આ વીડિયોને ઘણા લાઇક પણ મળી રહ્યા છે.