GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

ધોનીનો મોટો નિર્ણય, આગામી 2 મહિના સૈનિકો સાથે રહેશે, વેસ્ટઇન્ડીઝના પ્રવાસે નહી જાય

ભારતના દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના સંન્યાસ અને વેસ્ટઇન્ડીઝ પ્રવાસ પર ન જવાની તમામ અટકળો પર વિરામ લગાવી દીધો છે. 38 વર્ષીય ધોનીએ બીસીસીઆઇને સૂચિત કર્યુ છે કે તે હાલ બે મહિના કોઇપણ પ્રકારની ક્રિકેટ માટે ઉપલબ્ધ નથી. ધોની આગામી 2 મહિના માટે પેરામિલિટરી રેજીમેન્ટમાં સામેલ થઇ રહ્યા છે.

તેનાથી તે સ્પષ્ટ થાય છે કે ધોની ટીમ ઇન્ડિયા સાથે વેસ્ટઇન્ડીઝના પ્રવાસે નહી જાય. જણાવી દઇએ કે ટીમ ઇન્ડિયા ત્રણ ઓગસ્ટથી વેસ્ટઇન્ડીઝ પ્રવાસ શરૂ કરશે. ભારત આ દરમિયાન ત્રણ ટી-20 ઇન્ટરનેશનલ, ત્રણ વન ડે અને બે ટેસ્ટ મેચ રમશે. વેસ્ટઇન્ડીઝ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાનું સિલેક્શન કાલે એટલે કે રવિવારે કરવામાં આવશે.

ધોનીએ BCCIને આપી જાણકારી

બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યું કે, ધોનીએ તેમ કહ્યું છે કે તે વેસ્ટઇન્ડીઝ પ્રવાસ પર નહી જઇ શકે. તે આગામી બે મહિના માટે પેરામિલિટ્રી રેજીમેન્ટમાં સમય પસાર કરશે. તેમણે રવિવારે થનાર સિલેક્શન કમિટીની મિટિંગ પહેલાં આ નિર્ણય લીધો છે. તેમણે કેપ્ટન વિરાટ કોહલી અને એમએસકે પ્રસાદને પણ સૂચિત કર્યા છે.

અધિકારીએ જણાવ્યું કે ધોનીના આ નિવેદનથી આશા રાખવામાં આવી રહી છે કે તે હાલ સંન્યાસ વિશે વિચારી નથી રહ્યા. રવિવારે એમએસકે પ્રસાદની અધ્યક્ષતાવાળી સિલેક્શન કમિટી મુંબઇમાં બેઠક કરશે, જેમાં વેસ્ટઇન્ડીઝ પ્રવાસ માટે ભારતીય ટીમનું સિલેક્શન થશે.

Read Also

Related posts

મે મહિનામાં 10 હજાર કેસ : ગુજરાતમાં સરેરાશ દરરોજ વધ્યા 403 કેસ, કોરોના બન્યો બેકાબૂ અને સરકાર ફેલ

Harshad Patel

ગુજરાતમાં 20 દિવસ પછી બીજી વાર 400થી વધારે અને અમદાવાદમાં 300થી વધુ કેસ

Harshad Patel

ગુજરાતમાં ફૂટ્યો કોરોના બોમ્બ: લોકડાઉનમાં છૂટછાટ પડી રહી છે ભારે, રાજ્યમાં 405 કેસ કોરોના પોઝિટીવ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!