GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

Video: ધોનીનો આ ‘અનોખો શૉટ’ થયો Viral, ચતુરાઇ અને ચપળતા જોઇને તમે પણ કરશો સલામ

બ્રેક બાદ મહેન્દ્ર સિંહ ધોનીએ ધમાકેદાર વાપસી કરી છે અને તે હાલ જબરદસ્ત ફોર્મમાં છે. ઓસ્ટ્રેલિયા સામેની વન ડે સીરીઝની ત્રણેય મેચમાં અડધી સદી ફટકારીને મેન ઑફ ધ સીરીઝ બનેલા આ દિગ્ગ્જ વિકેટકીપર બેટ્સમેને 3 મેચમાં 193 રન બનાવ્યાં.

વાપસી બાદ ધોનીએ ફક્ત વિકેટકીપીંગમાં જ નહી પરંતુ બેટિંગમાં પણ વાહવાહી મેળવી છે. આ સાથે જ તે મેતમાં બોલરોને વિકેટ લેવામાં સ્ટંપની પાછળ મહત્વની ભુમિકા ભજવે છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટી-20માં 37 વર્ષીય ધોની ફરી એકવાર અસામાન્ય અવતારમાં જોવા મળ્યો. 14મી ઓવરમાં વિજય શંકરના આઉટ થયાં બાદ ધોનીને ક્રીઝ પર સેટલ થવામાં ઘણો સમય લાગ્યો.

જ્યારે ઇશ સોઢી 16મી ઓવર કરી રહ્યો હતો ત્યારે આ દિગ્ગજ બેટ્સમેન એકદમ શાંત અને સ્થિર લાગી રહ્યો હતો. તેણે મોટી હિટ ફટકારવા માટે ક્રીઝની બહાર આવવાનો પ્રયાસ કર્યો. તેણે સમજીને ફ્લેટ ઑફ સ્ટમ્પની બહાર બોલ નાંખ્યો. ધોનીએ પોતાનું ચાલાક ક્રિકેટિંગ બ્રેન યુઝ કરીને આ બોલ રમ્યો. તેણે પરંપરાગત રીતે બોલને ટક કર્યુ. તેણે આ રીતે રમીને ક્રિકેટ ફેન્સને તેના બાળપણના દિવસો યાદ અપાવી દીધાં.

ધોનીની ચપળતા અને ચતુરાઇએ ફેન્સને ફરી એકવાર તેના દિવાના બનાવી દીધાં છે. સોશિયલ મીડિયા પર ધોની એક સાથે પોતાની વિકેટ બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો જેની ખૂબ વાહવાહી થઇ રહી છે.

Read Also

Related posts

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

Nilesh Jethva

એક એવી એપ્લિકેશન જે તમારા સ્માર્ટફોનમાંથી ચાઈનીઝ એપ્સનો કરશે સફાયો

Mansi Patel

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!