GSTV
Home » News » ધોનીનો પ્રશ્નો ઉઠાવનારોને જવાબ- મેદાન પર યોગ્ય લાગે તે કરુ છું, પરિણામ નથી વિચારતો

ધોનીનો પ્રશ્નો ઉઠાવનારોને જવાબ- મેદાન પર યોગ્ય લાગે તે કરુ છું, પરિણામ નથી વિચારતો

ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેસ્ટમેન મહેન્દ્રસિંઘ ધોનીએ ટી-20 ટીમમાં પોતાની ઉપર ઉઠી રહેલા પ્રશ્નો પર વળતો જવાબ આપ્યો છે. દુબઇમાં પોતાની ક્રિકેટ એકેડમીના લોન્ચ પર ધોનીએ અજિત અગરકર અને વીવીએસ લક્ષણ સહિત પૂર્વ ક્રિકેટરોના નિવેદનો પર પ્રતિક્રિયા આપી.

એક ઇન્ટરવ્યૂમાં મહેન્દ્રસિંઘ ધોનીએ કહ્યું કે દરેકના પોતાના વિચારો હોય છે. અને તેમનું સમ્માન કરવું જોઇએ. દરેકને પોતાની વાત કરવાનો હક છે. ટીમ ઇન્ડિયાનો હિસ્સો હોવું મારા માટે સૌથી મોટી પ્રેરણા છે.

એમએસ ધોનીએ કહ્યું કે દરેકને દેશ માટે રમવા માટે તક નથી મળતી. તમને એવા ક્રિકેટર્સ મળી જશે જેમનામાં કોઇ ખાસ ટેલેન્ટ નહોતું પરંતુ છતા તેમણે ઘણા આગળ વધ્યા. રમત પ્રત્યેના તમારા ઝુનુનને કારણે તે શક્ય બને છે.

મેં હંમેશા માન્યું છે કે રિઝલ્ટ કરતા વધુ કાર્ય વધુ મહત્વનું છે, મેં ક્યારે પણ પરિણામ વિશે નથીં વિચાર્યું, હું હંમેશા મેદાન પર જે યોગ્ય લાગે તે કરુ છું. એ વાતનું પ્રેશર ક્યારે નથી લેતો કે રિઝલ્ટ મારા અનુરુપ હશે કે નહીં.

ધોનીએ કહ્યું કે તમે 1થી 15 વર્ષ સુધી રમી શકો છો. કેટલાક લોકો 20 વર્ષ સુધી રમે છે. પરંતુ આખી જિંદગીમાં જ્યાં તમે જો 70 વર્ષ સુધી જીવો છો તો તેમાં 10થી 15 વર્ષ કઇં નથી. અને આ એક એવો સમય છે કે જેના પર તમે ગર્વ થી કહી શકો છો કે મેં મારા દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે. સૌથી મોટી પ્રેરણા છે ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ બનવું.

મહત્વપૂર્ણ છે કે રાજકોટમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ બીજી ટી-20 મેચમાં ટીમ ઇન્ડિયાની હાર થઈ હતી. જે બાદ મહેન્દ્ર સિંઘ ધોની કેટલાય પૂર્વ ક્રિકેટરોના નિશાન છે. તથા તેમનો વિકલ્પ શોધવાની વાત કરવામાં આવી.

આ મુદ્દે પૂર્વ ક્રિકેટર અજીત અગરકરે કહ્યું હતું કે ભારતીય ટીમ મેનેજમેન્ટે ટી-20માં ધોનીનો વિકલ્પ વિશે વિચારવાની જરૂર છે. ત્યારે વીવીએસ લક્ષ્મણે કહ્યું હતું કે ટી-20 મેચોમાં ધોની નંબર 4 પર છે. રાજકોટમાં મેચમાં જ્યારે વિરાટ કોહલીનો સ્ટ્રાઇક રેટ 80 આસપાસ હતો. ભારતીય ટીમ જ્યારે મોટા સ્કોરનો પીછો કરી રહી હતી ત્યારે તે પુરતુ નહોતુ. વીવીએસ લક્ષ્મણે કહ્યું હતું કે મને લાગે છે કે સમય આવી ગયો છે કે ધોની ટી-20 ફોર્મેટમાં કોઇ યુવા ખેલાડી માટે જગ્યા ખાલી કરે.

ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્રી તથા વિરાટ કોહલીએ ધોનીનો બચાવ કર્યો હતો. રવિ શાસ્ત્રીએ ટીકાકારોને જવાબ આપતા કહ્યું હતું કે કેટલાક ખરાબ લોકો ધોનીની કરિયરને સમાપ્ત થતા જોવા માંગે છે. મને લાગે છે કે ધોની પાસે તેમનાથી ઇર્ષા કરનાર કેટલાઇ લોકો છે. જે તેમના જીવનનો ખરાબ દિવસ જોવા માંગે છે.

રવિ શાસ્રીએ કહ્યું કે ભારતીય ટીમ જાણે છે કે ધોની કેટલો સક્ષમ છે. આવા ખેલાડી વિરુદ્ધ કોઇપણ ટીકાથી ટીમ પર તેનો કોઇ પ્રભાવ નથી પડતો.

Related posts

IND Vs SA: ટીમ ઇન્ડિયાનો થઇ ગયો હોત ધબડકો, રોહિત-રહાણેની ધૂંઆધાર બેટિંગ આવી કામ

Bansari

મારી ગેરેન્ટી, હવે સરફરાઝને પાકિસ્તાનની ક્રિકેટ ટીમમાં નહી મળે સ્થાન

Bansari

રો‘હિટ’ શર્માએ સિક્સ ફટકારી ટેસ્ટ કરિયરની છઠ્ઠી સેન્ચુરી પૂર્ણ કરી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!