ભારતના મહાન ક્રિકેટર અને કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની તેની અંતિમ આઇપીએલ રમી રહ્યો છે તેવા સવાલનો જવાબ આમ તો માત્ર ધોની જ આપી શકે તેમ છે પરંતુ તે જે રીતે સંકેત આપી રહ્યો છે તે જોતાં એમ લાગે છે કે આ તેની અંતિમ આઇપીએલ ટુર્નામેન્ટ છે. આ પ્રકારના સંકેત અન્ય તરફથી નહીં પરંતુ ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી જ મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ધોનીએ આ જ વર્ષે 15મી ઓગસ્ટે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી.
At the end of the day, Cricket Hamari Jaan. #Yellove #CSKvMI ?? pic.twitter.com/xBNDLGaWCg
— Chennai Super Kings (@ChennaiIPL) October 23, 2020
આઇપીએલમાં શુક્રવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ હતી જેમાં ધોનીની ટીમનો દસ વિકેટે શરમજનક પરાજય થયો હતો. આમ છતાં મેચ બાદ ધોનીએ તેની જર્સી હરીફ ટીમના હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાને આપી દીધી હતી.
Buttler all smiles with a prized possession ??#Dream11IPL pic.twitter.com/FoUtHUofYw
— IndianPremierLeague (@IPL) October 19, 2020
જોકે આ પહેલો પ્રસંગ ન હતો જ્યારે મેચ બાદ ધોનીએ તેની નામ અને નંબર સાથેની જર્સી હરીફ ટીમના કોઈ ખેલાડીને આપી દીધી હોય. અગાઉ તેણે રાજસ્થાન રોયલ્સના જોઝ બટલરને તેની જર્સી આપી દીધી હતી. બટલર પણ ધોનીની માફક બેટ્સમેન-વિકેટકીપર છે.
A memorabilia to cherish for the Pandya brothers ??#Dream11IPL pic.twitter.com/Yl34xsh4OH
— IndianPremierLeague (@IPL) October 23, 2020
અગાઉ આવું કયારેય બન્યું ન હતું જ્યારે ધોનીએ મેચ બાદ આ રીતે જર્સી આપી દીધી હોય. જોકે આ વખતે તે છેલ્લી કેટલીક મેચથી આમ કરી રહ્યો છે. આ તેની નિવૃત્તિના સંકેત છે. તે સૂચવે છે કે તે કમસે કમ ક્રિકેટર તરીકે આઇપીએલની આગામી સિઝનમાં જોવા મળશે નહીં.
READ ALSO
- ખાસ વાત! એકનાથ શિંદે જૂથ નવી સરકાર સંદર્ભમાં રાજ્યપાલને મળે તેવી શક્યતાઓ, ફ્લોર ટેસ્ટ બાબતે કોઈ નિર્ણયની પણ સંભાવના
- મહારાષ્ટ્ર સંકટ! સામનામાં બળવાખોર ધારાસભ્યો પર આકરા પ્રહાર, ભાજપે 50-50 કરોડમાં ખરીદ્યા પછી આપી સુરક્ષા, રાજરમત રમાઈ
- આ 5 લોકો છે મલાઈકા અને અર્જુનના પ્રેમના દુશ્મન, આમના કારણે ક્યારેય નહિ થઇ શકે લગ્ન
- Train/ ઘરેથી નીકળતા પહેલા જાણી લો કેન્સલ અને ડાયવર્ટ કરાયેલી ટ્રેનોનું લિસ્ટ, આજે આટલી થઇ રદ
- BIG NEWS: ભાજપમાં જોડાવા બાબત! બળવાખોર શિંદે જૂથના ધારાસભ્યોમાંં મતભેદો, કેટલાક બળવાખોરોને આગમી ચૂંટણીનો ડર