GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

VIDEO: લૉકડાઉનમાં સામે આવ્યો MS Dhoniનો નવો ક્રશ, બાઈકનાં દીવાના માહી ટ્રેક્ટર ચલાવતા દેખાયા

મહેન્દ્ર સિંહ ધોનીના બાઈક્સ પ્રત્યેનાં પાગલપણાથી દુનિયા અજાણ નથી, પરંતુ લોકડાઉનમા તેમણે નવો શોખ પાળ્યો છે. તેઓ ચાર પૈડાવાળા આ વાહનની સવારી કરી રહ્યા છે તે વાહન કોઈ નવી કાર, એસયૂવી નથી પરંતુ તેમનું આ નવું વાહન ટ્રેક્ટર છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં તેમની ટીમ ચેન્નઈ સુપરકિંગ્સે પોતાના સોશિયલ મીડિયા પર તેનો ટ્રેક્ટર ચલાવતો વીડિયો પોસ્ટ કર્યો છે. જેનાં કેપ્શનમાં લખ્યુ છે, શું થશે જો થાલા(કેપ્ટન) ધોની પોતાના આ નવા બીસ્ટ પર સવાર થઈને રાજા(ઈલૈયા રાજા)ને મળવા જશે, રાજા મહારાજાને મળશે.

વીડિયોમાં ધોની ટ્રેક્ટરને ડ્રાઈવ કરવાનું શીખી રહ્યા છે. ટ્રેક્ટર પર તેમની સાથે એક વ્યક્તિ પણ ઉભો છે. જે કદાચ તેમને નિર્દેશ આપી રહ્યો છે. માહી તેની પાસેથી ગિયર, લીવર વગેરેની માહિતી મેળવી રહ્યા છે. થોડી વાર ચલાવ્યા બાદ ટ્રેક્ટરને એક જગ્યાએ ઉભુ રાખી દે છે.

સાક્ષી ધોનીએ શેર કર્યો વીડિયો

વાસ્તવમાં તે જ દિવસે સાક્ષી ધોનીએ પતિ માહી અને પુત્રી જીવાનો એક વીડિયો પણ શેર કર્યો હતો જેમાં ધોની અને જીવા બાઈક ઉપર સવારી કરતાં દેખાઈ રહ્યા છે. સાક્ષી મંગળવારે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ હતી. તે પિતા-પુત્રીની આ મસ્તીને જોઈ રહી હતી. તેણે આખી ઘટનાને રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર શેર કરી હતી. સાક્ષી મુજબ માહી ‘ક્રેઝી લાઈટિંગ’ કરી રહ્યા હતા. ધોનીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તેને અત્યાર સુધીમાં 3 લાખ લોકોએ લાઈક કર્યો છે અને લોકો મજેદાર કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

READ ALSO

Related posts

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva

મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, લોકોને ઘરમાંથી બહાર ન નિકળવા અપાઈ સૂચના

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!