GSTV

મહેન્દ્રસિંહ ધોનીએ સફેદ દાઢી કપાવી, માહીના નવો લુક જોઈ આશ્ચર્ય પામશો

Last Updated on July 20, 2018 by

રમતના મેદાન પર મહેન્દ્રસિંહ ધોનીના ઘણા રૂપ જોવા મળ્યા છે, ક્યારેક લાંબા વાળ તો ક્યારેક નાના વાળ. ધોનીના આવા શોખના વખાણ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે કર્યા હતાં. 2011 વિશ્વ કપ માહીએ જીત્યા બાદ હેરસ્ટાઈલ બદલવામાં કોઈ મૂંઝવણ અનુભવાઈ નથી.

ત્યારબાદ પણ ધોની ઘણી વખત પોતાની હેરસ્ટાઈલ બદલી ચૂક્યો છે. પણ હાલમાં સંપન્ન થયેલી ઈગ્લેન્ડ સામેની વન-ડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયાના સૌથી અનુભવી ખેલાડીએ દાઢીનો સ્વૈગ બતાવ્યો હતો. સફેદ દાઢીમાં સુંદર લુકમાં દેખાતા હતાં. જોકે, પ્રશંસકોને તેમનો આ અંદાજ વધારે પસંદ આવ્યો નથી.

સફેદ દાઢી અને સફેદ વાળ બાદ ધોનીની ઉંમરને લઇને ઘણા પ્રકારની કોમેન્ટ કરવામાં આવી કે તેઓ ઘરડા થઇ ગયા છે અને આ કોમેન્ટની તેની રમત પર પણ અસર પડી છે. ભારત પરત ફરતા જ 37 વર્ષિય આ ખેલાડી ફરીથી પોતાના આગવા અંદાજમાં દેખાવા લાગ્યા.

પત્ની સાક્ષીની ખાસ મિત્ર પૂર્ણા પટેલના સંગીત કાર્યક્રમમાં ધોનીનો આ સુંદર અંદાજ જોવા મળ્યો. આ કાર્યક્રમમાં ધોનીએ લીલા રંગનો કુર્તો અને કાળા રંગનો પાયજામો પહેર્યો હતો. ઈંગ્લેન્ડ પ્રવાસથી સ્વદેશ પરત ફરી ધોની દાઢી બનાવી અને વાળમાં કલર લગાવી પહોંચ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, પૂર્ણા અને સાક્ષી ખૂબ જ સારા મિત્ર છે. પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને એનસીપીના કદ્દાવર નેતા પ્રફુલ પટેલની દીકરી પૂર્ણા પટેલ અને આંત્રપ્રિન્યોર નમિત સોની લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યાં છે. સંગીત કાર્યક્રમમાં જીવાએ ફૂલ ધમાલ કરી હતી. તેનો ડાન્સનો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.

Related posts

તાલિબાની આતંક: અફઘાનિસ્તાનમાં આવેલા સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય પરિસર પર હુમલો, એક ગાર્ડનું મોત

Pravin Makwana

ટોક્યો 2020: ભારતીય મહિલા હૉકી ટીમે દેશવાસીઓને આશા જગાડી, આફ્રિકાને હરાવી ક્વાર્ટર ફાઈનલમાં મળી શકે છે જગ્યા

Pravin Makwana

જાહેરનામુ/ ડ્રોન કેમેરા ઉડાડતા પહેલાં હવે ફરજિયાતપણે લેવી પડશે પોલીસની મંજૂરી, આ નિયમોનું પાલન નહીં કરો તો ભરાશો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!